IPL: યાદવ-નારાયણનો તરખાટ, KKRનો DD સામે 71 રને જંગી વિજય
જ્યારે દિલ્હી તરફથી અંતિમ ઓવરમાં રાહુલ ત્વેટિયાએ ત્રણ વિકેટ લઈ KKRને આગળ વધતાં અટકાવી રાખ્યા હતા. આ ઉપરાંત બોલ્ટ અને મોરિસે 2-2 વિકેટ લીધી હતી. હવે દિલ્હી સામે કોલકત્તાના ગ્રાઉન્ડ પર 200 રનનો લક્ષ મુશ્કેલ બનશે કે સરળ એ જોવાનું રહેશે.
હોમ ગ્રાઉન્ડ પર પ્રથમ બેટિંગ માટે ઉતરેલ KKRની ટીમની શરૂઆત ધીરી રહી હતી પરંતુ નીતીશ રાણા અને આન્દ્રે રસેલની મદદથી KKR પોતાનો સ્કોર 200 સુધી પહોંચાડી શકી. જેમાં નીતીશ રાણાએ 59, રસેલે 41 અને રોબિન ઉથપ્પાએ 35 રન બનાવ્યા હતા.
મેક્સવેલે 47 અને ઋષભ પંતે 43 રનની ઇનિંગ રમી હતી. પરંતુ અન્ય કોઈ પણ ખેલાડી KKRના બોલર સામે ટકી શક્યું ન હતું. KKR તરફથી સ્પિન અટેકમાં નરૈન અને કુલદીપ યાદવે 3-3 વિકેટ મેળવી હતી. તેની સાથે જ નરૈન પાસે પર્પલ કેપ પણ આવી ગઈ છે. આ સાથે જ દિલ્હી માટે આગામી સમય વધુ મુશ્કેલ બની રહેશ.
KKRની ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર સહેજ પણ કસર છોડવા માંગતી ન હતી અને 71 રનથી જીત મેળવી લીધી છે. 200 રનના ટાર્ગેટ સામે દિલ્હીની ટીમ શરૂઆતની ત્રણ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી બેકફૂટ પર આવી ગઈ હતી. જે પછી મેક્સવેલ અને ઋષભ પંતે ટીમને સંભાળવાની કોશિશ કરી હતી.
કોલકાતાઃ કોલકાતા નાઈટ રાઈડર્સે ઈડન ગાર્ડન્સ પર દિલ્હી ડેયરડેવિલ્સને 71 રને કારમો પરાજય આપ્યો હતો. 201 રનના ટાર્ગેટનો પીછો કરતાં દિલ્હીની ટીમ 14.2 ઓવરમાં માત્ર 129 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી. કોલકાતા માટે સુનીલ નારાયણ અને કુલદીપ યાદવે તરખાટ મચાવ્યો હતો. સુનીલે 18 રન આપીને ત્રણ વિકેટ તો કુલદીપે 32 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. મેક્સવેલ અને પંતને બાદ કરતા DDના બાકીના 9માંથી એક પણ બેટ્સમેન ડબલ ફિગરમાં પહોંચી શક્યા નહોતા.