મુંબઈ સામે હારી KKRએ બનાવ્યો શરમજનક રેકોર્ડ, IPL ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું
102 રનના મોટા અંતરથી મળેવી હાર બાદ હવે કોલકાતાને અંતિમ 4માં પહોંચવું ખૂબજ મુશ્કેલ બની ગયું છે. કેકેઆરને હવે બાકીની તમામ મેચો જીતવુંજ પડશે સાથે રન રેટ પર પણ ધ્યાન આપવું પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમીયમ લીગમાં બુધવારે મુંબઈ ઈન્ડિયન્સે કોલાકાતા નાઈટ રાઈડર્સને 102 રનની હરાવી પ્લેઓફમાં પહોંચવા પોતાની આશા જગાવી છે. ત્યારે કેકેઆરે આ હાર સાથે એક એવો રેકોર્ડ બનાવી દીધો છે જે આઈપીએલના ઈતિહાસમાં ક્યારેય નથી બન્યો.
આ હાર સાથે આઈપીએલમાં કેકેઆરની આ સૌથી મોટી હાર છે અને પ્રથમ વખત આવું બન્યું કે કોલકાતની ટીમને આઈપીએલના ઈતિહાસમાં 100 થી વધુ રનના અંતરથી હારનો સામનો કરવો પડ્યો.
આ મેચમાં કોલકાતાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈએ પ્રથમ બોલિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 210 રન બનાવ્યા હતા. ઈશાન કિશને 21 બોલમાં 62 રનની ઈનિંગ રમી હતી. 211 રનના લક્ષ્યાંકનો પીછો કરતા કોલકાતાની ટીમ 18.1 ઓવરમાં માત્ર 108 રન પર ઓલ આઉટ થઈ હતી અને આ મેચમાં 102 રનથી મોટી હારનો સામનો કરવો પડ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -