નવી દિલ્લી:  દિલ્લી ડેરડેવિલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેના મુકાબલમાં 188 રનનો પીછો કરતા હૈદરાબાદે માત્ર એક વિકેટ ગુમાવી 18.5 ઓવરમાં જીત મેળવી હતી. વિશાળ ટર્ગેટનો પીછો કરતા સનરાઈઝર્સ હૈદરાબાદની  ટીમના ઓપનિંગ બેસ્ટમેન શિખર ધવન અને હેલ્સ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. જ્યારે બીજી ઓવરમાં હેલ્સ 14 રને આઉટ થયો હતો. જેમાં શિખર ધવન અને કેન વિલિયમ્સને અડધી સદી ફટકારી હતી. કેન વિલિયમ્સને અણનમ 80  જ્યારે શિખર ધવને અણનમ 92 રન કર્યા હતા. દિલ્હી હવે IPL 2018ના પ્લેઓફમાંથી બહાર નિકળી ગયું છે. જ્યારે હૈદરાબાદ પ્લેઓફમાં જવાનું ફાઇનલ થઇ ગયું છે.


યુવા વિકેટ કીપર અને બેટ્સમેન રિષભ પંતે ધમાકેદાર અણનમ બેટિંગ કરતા 63 બોલમાં 128 રન બનાવ્યા હતા. તેણે 56 બોલમાં 13 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી સદી પૂર્ણ કરી હતી. પંતે આઈપીએલમાં પોતાના 1000 રન પણ પૂર્ણ કરી લીધા છે. પંતનો આ પ્રથમ આઈપીએલ સદી છે અને તે આ ટૂર્નામેન્ટમાં સદી ફટકારનાર ત્રીજો બેટ્સમેન બની ગયો છે.

કેન વિલિયમસનની ટીમ હૈદરાબાદે પોતાની 10 મેચમાંથી 8 મેચમાં જીત મેળવી પ્લેઓફમાં પોતાનું સ્થાન નક્કી કરી લીધું છે. તેની પાસે 16 પોઈન્ટ છે. જ્યારે દિલ્લી 10માંથી માત્ર 3 મેચ જીતવામાં સફળ રહી છે. હૈદરાબાદ અને દિલ્લી વચ્ચે અત્યાર સુધી આઈપીએલમાં 11 વખત મુકાબલો થયો છે અને તેમાં હૈદરાબાદે સાત મેચમાં જીત મેળવી છે.