IPL Record: એક જ ઇનિંગમાં બે વખત એક જ બોલમાં બન્યા 13 રન
ડી ગ્રેન્ડહોમે મેકલેનેઘનની ઇનિંગની છેલ્લી ઓવરમાં ત્રણ સિક્સ ફટકારી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેચમાં બીજી વખત કોલિન ડી ગ્રેન્ડહોમે પણ મિશેલ મેકલેનેઘનની ઓવરમાં પણ આ કારનામું કર્યું. કોલિને ઇનિંગના છેલ્લા બોલમાં કમરથી ઉપરના બોલે સિક્સ ફટકારી હતી. એમ્પાયરે તેને ‘નો બોલ’ આપ્યો હતો. ત્યાર બાદ ફ્રી હીટમાં પણ તેણે સિક્સ ફટકારી ટીમને છેલ્લા બોલે 13 રન અપાવ્યા હતા.
હાર્દિક પંડ્યાની 10મી ઓવરનો બીજો બોલ કમરથી ઉપર હોવાને કારણે એમ્પાયરે તેને ‘નો બોલ’ જાહેર કર્યો હતો. મેક્કુલમે આ બોલ પર સિક્સ ફટકારી હતી. ‘નો બોલ’ને કારણે મળેલી ફ્રી હીટમાં પણ મેક્કુલમે સિક્સ ફટકારી દીધી. આમ એક બોલમાં કુલ 13 રન ટીમને મળ્યા હતા.
સૌ પ્રથમ મેચમાં બ્રેન્ડન મેક્કુલમે એક બોલ પર 13 રન બનાવ્યા હતા. મેક્કુલમે આ જાદુ હાર્દિક પંડ્યાની બોલિંગમાં કર્યો હતો.
આ મેચમાં આરસીબીની ઇનિંગમાં બે વખત એવી ઘટના બની કે જેમાં બે ખેલાડીઓએ એક જ બોલમાં 13 રન બનાવ્યા હોય.
નવી દિલ્હીઃ આઈપીએલની દરેક સીઝનમાં કોઈને કોઈ નવા રેકોર્ડ બનતા હોય છે. મંગળવારે મુંબઇ ઇન્ડિયન્સ અને આરસીબી વચ્ચે રમાયેલ મેચમાં પણ એક રેકોર્ડ બન્યો છે. આ મેચમાં આરસીબીએ મુંબઈ ઇન્ડિયન્સને હાર આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -