IPL 2018: મુંબઈએ પંજાબને રોમાંચક મુકાબલામાં 3 રને હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં પહોંચ્યું ચોથા સ્થાને
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 May 2018 07:44 AM (IST)
1
મુંબઇની ટીમ 12 અંક સાથે પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર પહોંચી છે. હાર પછી પંજાબ 12 અંક સાથે છઠ્ઠા સ્થાન પર છે. પ્લેઓફમાં પહોંચવા માટે બંન્ને છેલ્લી મેચ જીતવી પડશે.
2
આ પહેલા ટોસ હારી બેટિંગ માટે આવેલી મુંબઇએ 20 ઓવરમાં 8 વિકેટ પર 186 રન બનાવ્યા હતા. કિરોન પોલાર્ડે સૌથી વધારે 50 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી એંડ્ર્યૂ ટાયએ 4 ઓવરમાં 16 રન આપી 4 વિકેટ ઝડપી હતી.
3
પંજાબ વતી કે.એલ. રાહુલને સૌથી વધારે 94 રન બનાવ્યા. મુંબઈ ઈન્ડિયન્સ વતી જસપ્રીત બુમરાહે 3 વિકેટ ઝડપી પાડી હતી.
4
મુંબઈઃ વાનખેડા સ્ટેડિયમમાં આઇપીએલ-11ના 50મી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે કિંગ્સ ઇલેવન પંજાબને રોમાંચક મુકાબલામાં 3 રનથી હરાવી પ્લેઓફમાં પ્રવેશવાની આશા જીવંત રાખી હતી. 187 રનના ટાર્ગેટનો પીછો કરતી પંજાબે 20 ઓવરમાં 5 વિકેટ પર 183 રન બનાવી શકી હતી.