કોલકાતા: મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઇટ રાઇડર્સને આઈપીએલની સીઝન 11ના 41માં મુકાબલામાં 102 રનના વિશાળ અંતરની હાર આપી છે. 211 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી કોલકાતા નાઇટ રાઇડર્સની સમગ્ર ટીમ 18.1 ઓવરમાં 108 રન પર જ સમેટાઇ ગઈ હતી. મુંબઈ વતી હાર્દિક પંડ્યા-કૃણાલ પંડ્યાએ 2-2 તથા બુમરાહ, માર્કન્ડેય, કટિંગ, મેકલેથને 1-1 વિકેટ લીધી હતી


આ પહેલા આઈપીએલ-11ના 41મા મુકાબલામાં કોલકાતા નાઈટ રાઈડર્સને મુંબઈ ઈન્ડિયન્સે જીત માટે  211 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. કોલકાતા વિરૂદ્ધ પહેલી બેટિંગ કરતાં મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 210 રન બનાવ્યા હતા.

ઈશાને કિશને શાનદાર  બેટિંગ કરતાં 17 બોલમાં જ ફિફ્ટી ફટકારી હતી.  ઈશાન કિશને કુલદીપ યાદવની ઓવરમાં ચાર બોલમાં 4 સિક્સર ફટકારી હતી. ત્યારબાદ સુનીલ નરેનની બોલિંગમાં 62 રને આઉટ થઈ ગયો હતો. સુર્યકુમાર યાદવ 36 અને ઈવિન લુઈસ 18 રને આઉટ થયા હતા. કેપ્ટન રોહિત શર્મા પણ 36, હાર્દિક પંડયા 19, સુર્યકુમાર યાદવ 36, ઈવિન લુઈસ 18 રને આઉટ થયા હતા.  કોલકાતાના કેપ્ટન દિનેશ કાર્તિકે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

કોલકાતા નાઈટ રાઈડર્સે પ્લેઈંગ ઈલેવનમાં બે બદલાવ કર્યા છે. શુભમ ગિલની જગ્યાએ રિંકુ સિંહને સામેલ કર્યો છે. આ સાથે મિચેલ જૉનસની જગ્યાએ ટૉમ કુરેનને તક આપી છે. મુંબઈ પોતાની ટીમમાં કોઈ બદલાવ નથી કર્યો. છેલ્લી ત્રણ મેચોમાં સતત જીત મેળવી પ્લેઑફમાં પ્રવેશવાની પોતાની આશાઓને જીવંત રાખનારી રોહિત શર્માની ટીમને લીગમાં ટકી રહેવા માટે ફરી એકવાર કોલકાતાને હરાવવું પડશે.

કોલાકાતાએ અત્યાર સુધી 10 મેચો રમી છે જેમાં 5માં તેને જીત મળી જ્યારે આટલી જ મેચોમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ મુંબઈ 10માંથી 4 જ મેચ જીતી શકી છે. બંને ટીમો IPLના ઈતિહાસમાં 22 વખત એકબીજા સામે ટકરાઈ ચૂકી છે જેમાં મુંબઈનો હાથ ઉપર છે અને તેણે 17 મેચોમાં જીત મેળવી છે. મુંબઈએ IPLમાં ટકી રહેવા માટે આજે કોઈપણ ભોગે જીત મેળવવી પડશે.