✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

IPL 2018: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક, ત્રણેય વખતે એક સરખી સ્થિતિમાં થઈ હાર, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 Apr 2018 08:34 PM (IST)
1

ત્રીજી મેચમાં 195 રનના ટાર્ગેટ સામે દિલ્હીની ટીમે 19.2 ઓવરમાં જ 194 રન કરી દીધા છે. જે પછીના 3 બોલ ખાલી ગયા હતા અને અંતિમ બોલે રોયે ફટકો મારીને ટીમને જીતાડી હતી.

2

મુંબઈઃ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચેના આઈપીએલ મુકાબલામાં દિલ્હીની ટીમનો 7 વિકેટે વિજય થયો હતો. દિલ્હીએ 195 રનનો ટાર્ગેટ 20મી ઓવરના છેલ્લા બોલે હાંસલ કરવાની સાથે જ આઈપીએલ 2018માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમની સતત ત્રીજી હાર થઈ છે. આ પહેલા આઈપીએલની વર્તમાન સીઝનની પ્રથમ મેચમાં રોહિત શર્માની આગેવાનીવાળી મુંબઈ ટીમને અગાઉ ચેન્નઈ સુપર કિંગ્સ અને તે પછી સનરાઈસર્ઝ હૈદરાબાદ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

3

આમ આઈપીએલ 2018માં મુંબઈ ઈન્ડિયન્સની ત્રણેય મેચમાં તેની હાર છેલ્લી ઓવરમાં છેલ્લા કે છેલ્લેથી બીજા બોલ પર થઈ છે.

4

અંતિમ ઓવરમાં ચેન્નઈને જીત માટે અંતિમ ઓવરમાં સાત રનની જરૂર હતી ત્યારે મુસ્તાફિઝૂર રહેમાનની પ્રથમ ત્રણ બોલ ખાલી ગયા બાદ જાદવે ચોથા બોલ પર છગ્ગો ફટકારી દીધો અને પાંચમાં બોલ પર ચોગ્ગો તેની સાથે જીત હાંસલ કરી લીધી.

5

દીપક હૂડા (32*)ની શાનદાર ઇનિંગના જોરે સનરાઈઝર્સે ખૂબ જ રોમાંચક મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને છેલ્લા બોલે 1 વિકેટે હરાવીને આઈપીએલ 2018માં પોતાની સતત બીજી જીત નોંધાવી હતી.

6

પ્રથમ મેચમાં મળેલી હાર બાદ મુંબઈનો બીજો સામનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હતો. સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મુંબઈએ 20 ઓવરમાં 8 વિકેટે 147 રન બનાવી હૈદરાબાદને જીત માટે 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

7

મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલની ઓપનિંગ મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સ સામે પ્રથમ બેટિંગ કરતાં ચાર વિકેટે 165 રન બનાવ્યા હતા. તેના જવાબમા સુપરકિંગ્સે 15મી ઓવરમાં 105 રન પર સાત વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ બ્રાવોએ 30 બોલમાં ત્રણ ચોગ્ગા અને સાત છગ્ગા સાથે 68 રન બનાવી મેચની બાજી પલટી નાખી હતી. અને મુંબઈ ઈન્ડિયન્સની હાથમાંથી મેચ છીનવી લીધી હતી.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • IPL 2018: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક, ત્રણેય વખતે એક સરખી સ્થિતિમાં થઈ હાર, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.