IPL: સુરેશ રૈનાએ તોડ્યો વિરાટ કોહલીનો આ રેકોર્ડ, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે આઈપીએલમાં રોજ એક નવો રેકોર્ડ જોવા મળે છે. જેમાં સૌથી વધુ રન, સૌથી વધુ વિકેટ, સૌથી વધુ કેચ આવા અલગ-અલગ રેકોર્ડ જોવા મળે છે. સૌથી વધુ રન બનાવવામાં ટોચને ત્રણેય ખેલાડી ભારતના છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરેશ રૈના આઈપીએલમાં અત્યાર સુધી 14 વખત મેન ઓફ ધ મેચ બની ચુક્યો છે. આઈપીએલમાં ગેલ 20 વખત મેન ઓફ ધ મેચ બનીને ટોચ પર છે. તે પછી ડિવિલિયર્સ 16 વખત, વોર્નર અને રોહિત શર્મા 15-15 વખત આ ખિતાબ જીતી ચુક્યા છે.
સુરેશ રૈનાએ 138.8ના સ્ટ્રાઇક રેટથી 4655 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સર્કોર 100 રન નોટઆઉટ છે.
રૈનાએ આજની મેચમાં 42 બોલમાં 53 રનની ઇનિંગ રમવાની સાથે જ આઈપીએલની 165 મેચમાં 4655 રન નોંધાવીને વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. કોહલીએ 154 મેચમાં 4649 રન બનાવ્યા છે.
હૈદરાબાદઃ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે આજે રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેન સુરેશ રૈનાએ આઈપીએલ-2018ની પ્રથમ અડધી સદી ફટકારવાની સાથે એક અનોખો રેકોર્ડ પણ બનાવ્યો હતો. રૈના આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી બની ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -