IPL 2018: રોહિત શર્મા ઝીરો પર થયો આઉટ ને બની ગયો અણગમતો રેકોર્ડ, જાણો વિગત
રોહિત શર્મા આ ગોલ્ડન ડકની સાથે જ આઈપીએલ ઈતિહાસમાં સૌથી વખત ઝીરો પર આઉટ થનારો બીજો કેપ્ટન બની ગયો છે. રોહિત શર્મા આઈપીએલમાં કેપ્ટન તરીકે 7 વખત ઝો પર આઉટ થયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગત વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન આઈપીએલ 11માં ઘણું નબળું રહ્યું છે. ટીમનો કેપ્ટન રોહિત શર્મા પણ ચાલુ સીઝનમાં રંગમાં દેખાતો નથી. ગઈકાલની મેચમાં રોહિત શર્મા પ્રથમ બોલ પર જ 0 રને આઉટ થઈ ગયો.
મુંબઈઃ IPL-11ના રવિવારે રાતે રમાયેલા મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 7 વિકેટથી હાર આપીને પ્લેઓફમાં પ્રવેશવાની આશા જીવંત રાખી છે, તો મુંબઈ માટે હવે પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ થઈ ગયું છે.
ટુર્નામેન્ટમાં ત્રીજી વખત રોહિત શર્મા 0 રન પર આઉટ થયો હતો. ગોલ્ડન ડકની સાથે જ રોહિત શર્માના નામે એક એવો રેકોર્ડ નોંધાઇ ગયો છે, જેને તે ક્યારેય યાદ રાખવા નહીં માંગે.
કેપ્ટન તરીકે સૌથી વધારે વખત ઝીરો પર આઉટ થવાનો રેકોર્ડ ગૌતમ ગંભીરના નામે છે. ગંભીર 10 વખત ગોલ્ડન ડક બન્યો છે.
ગિલક્રિસ્ટ અને શેન વોર્ન કેપ્ટન તરીકે 7 વખત ઝીરો પર આઉટ થઈ ચુક્યા છે.જો રોહિત શર્મા વધુ એક વખત ઝીરો પર આઉટ થશે તો તેના નામે અણગમતો રેકોર્ડ નોંધાઈ જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -