અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા પર ભણવા જતાં પહેલાં કરજો વિચાર, ટ્રમ્પે બદલ્યા વિઝા નિયમો
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 2016-17 દરમિયાન 12 ટકા વધી છે. અમેરિકામાં આંતરરાષ્ટ્રિય વિદ્યાર્થીઓની સંખ્યાના મામલે ભારત બીજા ક્રમે છે. અમેરિકામાં સૌથી વધારે ચીની વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 30 સપ્ટેમ્બર 2017 સુધી અમેરિકામાં 4.21 લાખ ભારતીય વિદ્યાર્થીઓને વીઝા આપવામાં આવ્યા છે. પરંતુ હવે વિદ્યાર્થીઓને નિયમનું ઉલ્લંઘન કરવા પર કે સ્ટેટસ ન મળવાના કારણે કાંતો દેશ છોડવો પડશે અથવા તો તેમને પોતાના સ્ટેટસ સ્ટૂડંટમાંથી વર્કિંગમાં બદલવું પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી ડ્રાફ્ટ પોલિસીની સૌથી વધારે અસર એ વિદ્યાર્થીઓ પર પડશે, જેમને વર્ક સ્ટેટસ નથી મળ્યું અને વીઝા માટે અરજી કરવા માંગે છે કે પછી કાયમી નાગરિક તરીકે પોતાનું સ્ટેટસ બદલવા માંગે છે.
જેમ કે કોઈ વિદ્યાર્થીને સ્ટિડન્ડ વીઝા અંતર્ગત 60 દિવસનો સમય આપવામાં આવે છે, જેથી તે આ સમયગાળા દરમિયાન પોતાના સ્ટેટસને બદલી દે અથવા અમેરિકા છોડી દે. હવે નવી નીતિ લાગુ થયા બાદ વિદ્યાર્થી માટે અમેરિકામાં કાયમી રેસિડન્ટ સ્ટેટસ મેળવવામાં કે અમેરિકામાં દાખલ થવામાં મુશ્કેલી થઈ શકે છે. જો કોઈ વિદ્યાર્થી 180 દિવસ સુધી અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતો જણાશે તો તેના પર 3થી 10 વર્ષનો પ્રતિબંધ લાગી શકે છે.
નવી નીતિમાં અમેરિકામાં અનઅધિકૃત રીતે રહેલા દિવસોના હિસાબથી ગણવામાં આવશે. જેને અંતર્ગત વિદ્યાર્થીને અમેરિકામાં પ્રવેશ કરવા કે સ્થાઈ નાગરિકતા મેળવવાના પ્રયાસને સંપૂર્ણ રીતે પ્રતિબંધિત કરી દેવામાં આવશે.
નવી ડ્રાફ્ટ પોલિસીમાં ગેર કાયદે રહેવાની સમયમર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવી પોલિસી પ્રમાણે ગેરકાયદેસર રીતે રહેવાની મર્યાદાની ગણતરી તેના ટ્રાવેલિંગ સ્ટેટસ સમાપ્ત થાય તે દિવસથી ગણવામાં આવશે. વિદ્યાર્થીઓ જ્યારથી પોતાનો અભ્યાસ પુરો કરી ચુક્યા હોય છે અને ગેરયાકદેસરની ગતિવિધિઓમાં સંલિપ્ત હોય છે કે પછી અભ્યાસ અને ગ્રેસ અવધિ પુરી કરી ચુક્યા હોય ત્યારથી તેની ગણતરી હાથ ધરવામાં આવે છે.
નવી દિલ્હીઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને શુક્રવારે રાત્રે વીઝા પૂરા થયા બાદ રહેતા વિદ્યાર્થીઓ વિરૂદ્ધ કાર્રવાઈ કરવા માટે ડ્રાફ્ટ પોલિસી જારી કરી છે. આ નીતિ 9 ઓગસ્ટથી પ્રભાવી થસે જેમાં ગેરકાયદેસર રહેતા લોકોની સમય મર્યાદાની ગણતરીમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ છે. આ નિયમ અનુંસાર વિદ્યાર્થીની ગેર કાયદેસરની હાજરી તે દિવસથી ગણવામાં આવશે જ્યારથી તેનું ટ્રાવેલિંગ સ્ટેટસ સમાપ્ત થઈ ગયું છે. આ નવા નિયમની અસર એ વિદ્યાર્થીઓ પર સૌથી વધારે પડશે જે અભ્યાસ બાદ અમેરિકામાં રહીને નોકરી માટે રોકાતા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -