રવિવારે દિલ્હી સામે હારતા મુંબઇ અને ચેન્નઇ સામે હારતા પંજાબની પ્લે ઓફમાં પહોંચવાની આશા પૂર્ણ થઇ ગઇ હતી. સોશિયલ મીડિયા પર પંજાબની માલિક પ્રીતિ ઝિન્ટા ખૂબ ખુશ લાગી રહી છે. વીડિયો શેર કરતા લોકોને લાગી રહ્યું છે કે વીડિયોમાં પ્રીતિ મુંબઇ ઇન્ડિયન્સ પ્લે ઓફમાં ન પહોચતા ખૂબ ખુશ લાગી રહી છે. જોકે, વીડિયોને જોઇને કાંઇ સ્પષ્ટ બાબત સમજમાં આવી રહી નથી.
જોકે, લોકો સોશિયલ મીડિયા પર પૂછી રહ્યા છે કે શું મુંબઇ ઇન્ડિયન્સનું પ્લે ઓફમાંથી બહાર જતા ખુશ લાગી રહી છે. નોંધનીય છે કે મુંબઇ ઇન્ડિયન્સની ટીમ અત્યાર સુધીમાં ત્રણ વખત આઇપીએલની ચેમ્પિયન બની ચૂકી છે. જ્યારે પંજાબે અત્યાર સુધીમાં એક પણ આઇપીએલનું ટાઇટલ જીત્યું નથી.