✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

IPL 2018: રાજસ્થાન રોયલ્સે દિલ્હીને 10 રને આપી હાર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Apr 2018 07:04 AM (IST)
1

જયપુરઃ રાજસ્થાન રોયલ્સે બોલિંગના શાનદાર પ્રદર્શનને જોરે ડકવર્થ લુઈશ પદ્ધતિથી દિલ્હી ડેરડેવિલ્સને 10 રને હરાવીને આઈપીએલ-11માં પ્રથમ જીત મેળવી છે જ્યારે દિલ્હી માટે આ સતત બીજી હાર છે. રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતાં 17.5 ઓવરમાં 153 રન બનાવ્યા હતા જે વરસાદ કારણે મેચ રોકવો પડ્યો હતો. મેચ અઢી કલાક બાદ ફરી શરૂ થયો હતો અને દિલ્હીની ટીમને 6 ઓવરમાં 71 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં દિલ્હીની ટીમ 4 વિકેટે માત્ર 60 રન બનાવી શકી.

2

અગાઉ બટલરે ફટકાબાજી કરીને RRના સ્કોરને 170ને પાર કરવાની આશા બંધાવી હતી. પરંતુ શમીના બોલ પર ક્રોસ બેટ શોટ મારવા જતાં તે ક્લિન બોલ્ડ થઈ ગયો હતો. આમ RRની 150 રનમાં 5 વિકેટ પડી ગઈ હતી અને હજી 2 ઓવર બાકી હતી. જો કે, 18મી ઓવરમાં જ વરસાદ પડતાં રમત અટકાવાની ફરજ પડી હતી.

3

DD વતી કોઈ બેટ્સમેન ઝળકી શક્યો નહોતો જ્યારે સામેપક્ષે RRના બધા બોલર્સે ટાઈટ લાઈન-લેન્થ સાથે બોલિંગ કરી હતી. DDની ઈનિંગની શરૂઆતની બે ઓવર ફીકી રહી હતી પરંતુ ગ્લેન મેક્સવેલે ઉનડકટની 3જી ઓવરમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યા હતા. જો કે, મેક્સવેલ 17 રનના સ્કોરે લાફલિનનો શિકાર બન્યો હતો અને આમ DDની 34 રનમાં બે વિકેટ પડી ગઈ હતી. મેક્સવેલના 11 બોલમાં 17 રન થકી 4થી ઓવરના અંતે DDના 2 વિકેટે 36 રન થયા હતા. જોકે 6 ઓવરના અંતે ડીડી માત્ર 60 રન જ બનાવી શક્યું હતું.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • IPL 2018: રાજસ્થાન રોયલ્સે દિલ્હીને 10 રને આપી હાર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.