RR vs CSK: ચેન્નઈ સુપરકિંગ્સે રાજસ્થાનને આપ્યો 177 રનનો લક્ષ્યાંક, સુરેશ રૈનાની અડધી સદી
abpasmita.in | 11 May 2018 09:58 PM (IST)
જયપુર: આઈપીએલના 43મા મુકાબલામાં રાજસ્થાન રોયલ્સ સામે ચેન્નઈ સુપરકિંગ્સે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 176 રન બનાવી રાજસ્થાનને 177 રનનો લક્ષ્યાંક આપ્યો છે. સુરેશ રૈના અડધી સદી ફટકારી હતી. રેનાએ 35 બોલમાં 52 રન બનાવ્યા હતા. જ્યારે શેન વોટ્સન 39 અને ધોની 33 રન બનાવ્યા હતાં. રાજસ્થાનની પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. અંકિત શર્મા ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે પ્રશાંત ચોપડા આઈપીએલમાં ડેબ્યૂ કર્યું છે. તેને અનુરીત સિંહ અને મહિપાલ લોમરોરની જગ્યાએ સામેલ કર્યો છે. રાજસ્થાન રોયલ્સ માટે આ મેચ કરો યા મરોની છે. ટીમને પ્લે ઓફમાં પોતાની જગ્યા બનાવવા માટે સીએસકે સામેની મેચ સહિત બાકી તમામ મેચ પણ જીતવું પડશે.