જયપુર: રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે આઈપીએલ સીઝન 11ની 53મી મેચમાં  રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને રાજસ્થાન રોયલ્સે 30 રનથી હરાવી પ્લેઓફની દોડ માંથી બહાર કરી દીધું છે. તેની સાથેજ એકવાર ફરી વિરાટ કોહલીનું આઈપીએલ ખિતાબ જીતવાનું સ્વપ્નું ટૂટી ગયું છે. ત્યારે આ જીત સાથ રાજસ્થાને પોતાના આશા જીવંત રાખી છે. પરંતું અન્ય ટીમોની પરીણામ પર આધાર રાખવો પડશે.


બેંગલુરુ આ લીગમાં 14 મેચમાં 12 પોઈન્ટ્સ રહ્યા જ્યારે રાજસ્થાન 14 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલમાં ચોથા ક્રમ પર આવી ગઈ છે.
જીતની હેટ-ટ્રિક લગાવ્યા બાદ પ્લેઓફની આશા જીવંત રાખનાર વિરાટ કોહલીને અંતિમ લીગ મેચમાં જીત માટે 165 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પરંતુ અંતમાં ટીમ 19.2 ઓવરમાં 134 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી. આરસીબી તરફથી એબી ડીવિલિયર્સે સર્વાધિક 53 રન બનાવ્યા હતા પરંતુ તેના આઉટ થતા જ રાજસ્થાને જોરદાર વાપસી કરતા મેચ પોતાના નામે કરી લીધી.

રાજસ્થાના કેપ્ટન અજિંક્ય રહાણે ટૉસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 164 રન બનાવ્યા હતા અને બેંગલુરુને જીત માટે 165 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓપનર બેટ્સમેન રાહુલ ત્રિપાઠીએ સર્વાધિક 80 રન બનાવ્યા હતા.