IPL 2018: બેંગ્લોરે મુંબઈને જીતવા આપ્યો 168 રનનો ટાર્ગેટ, હાર્દિકે એક જ ઓવરમાં લીધી 3 વિકેટ
મુંબઈ ઈન્ડિયન્સ વતી હાર્દિક પંડ્યાએ એક જ ઓવરમાં 3 વિકેટ લીધી હતી. બુમરાહ, માર્કેન્ડે અને મેકલેથેનને 1-1 વિકેટ મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 167 રન બનાવ્યા હતા. બેંગ્લોર વતી ઓપનર મનન વોહરાએ સર્વાધિક 45 રન બનાવ્યા હતા. મેક્ક્લુમે 37 અને કોહલીએ 32 રનનું યોગદાન આપ્યું હતું.
મેચ શરૂ થવા પહેલા પીચનું નિરીક્ષણ કરતો મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા
મુંબઈ ઈન્ડિયન્સના ફેન્સ
આ પહેલા આઈપીએલ 2018ની આજની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈની ટીમમાં ઇજાગ્રસ્ત લુઈસના સ્થાને પોલાર્ડને ફરી ટીમમાં સ્થાન આપવામાં આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -