IPL 2018: કોહલી-ડિવીલિયર્સેની શાનદાર બેટિંગે RCBને અપાવી જીત, દિલ્હી પાંચ વિકેટથી હાર્યું
દિલ્હી પ્લેઓફની દોડમાં અગાઉથીજ બહાર થઈ ગઈ છે. તેની આ 12 મેચમાં 9મી હાર છે. બેંગલુરુએ 11 મેચમાં ચોથી જીત મેળવી છે. તેની સાથે હવે 8 પોઈન્ટ્સ થઈ ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરોયલ ચેલેન્જર બેંગલુરુએ ટોસ જીતી પ્રથમ બેટિંગ માટે દિલ્હીને આમંત્રણ આપ્યું હતું. બેંગલુરુએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 181 રન બનાવ્યા હતા. અને જીત માટે 182 રનનો ટાર્ગેટ આપ્યો છે. રુષભ પંતે આક્રમક બેટિંગ કરી 61 રન અભિશેષ શર્માએ 46 રન બનાવ્યા હતા.
નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગના 11મી સીઝનના 45માં મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પ્લેઓફની આશા જીવંત રાખી છે. દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાનમાં રમાયેલી આ મેચમાં આરસીબી અને દિલ્હી ડેરડેવિલ્સને પાંચ વિકેટથી હરાવી દીધું છે. આ જીત સાથે આરસીબીએ પ્લેઓફમાં પહોંચવા માટે આશા જીવંત રાખી છે, જો કે આરસીબીએ બાકીની ત્રણ મેચ જીતવું પડશે સાથે અન્ય ટીમની હાર પર નિર્ભર રહેવું પડશે.
આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ 40 બોલમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 70 રન બનાવ્યા હતા. અબ્રાહમ ડિવિલિયર્સે 37 બોલમાં છ છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી 72 રન બનાવ્યા હતા. કોહલી અને ડિવિલિયર્સે 118 રનની ભાગીદારી નોંધાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -