IPL 2018: હવે શિવમ માવીના નામે નોંધાયો આ શરમજનક રેકોર્ડ
માવીએ મેચમાં પોતાની શરૂઆતની ત્રણ ઓવરમાં તેણે 29 રન બનાવ્યા હતા, જ્યારે અંતિમ ઓવરમાં 29 રન આપીને પોતાના નામે આ એક શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો છે. આ પહેલા આ રેકોર્ડ ઉમેશ યાદવના નામે હતો. ઉમેશા રાજસ્થાન રોયલ્સ વિરૂદ્ધ 27 રન આપ્યા હતા. જ્યારે રાશિદ ખાન અને અમિત મિશ્રા પંજાબની ટીમ વિરૂદ્ધ એક ઓવરમાં 24-24 રન આપી ચૂક્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગૌતમ ગંભીરે કેપ્ટનશીપ છોડ્યા બાદ દિલ્હી ડેયરડેવિલ્સની કમાન સંભાળી રહેલ શ્રેયસ અય્યરે માવીની ઓવરમાં ચાર છગ્ગા અને એક ચગ્ગો ફટકારીને 29 રન બનાવ્યા. શિવમ માવી અંડર-19થી ચર્ચામાં આવ્યા હતા. દિલ્હી ડેયરડેવિલ્સે પ્રથમ બેટિંગ કરતાં કુલ 219 રન બનાવ્યા હતા. આ દિલ્હીનો બીજો સર્વશ્રેષ્ઠ સ્કોર હતો. જવાબમાં રમવા ઉતરેલ કોલકાતા નાઈટરાઈડર્સની ટીમે નવ વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા હતા.
શિવમ મારીને દિલ્હી ડેયરડેવિલ્સના કેપ્ટને ઝૂડી નાખ્યો હતો, તેણે માવીની ઓવરની પ્રથમ બે બોલમાં બે છગ્ગા ફટકાર્યા હતા. ત્રીજા બોલ પર એક રન લેવાના ચક્કરમાં નોન સ્ટ્રાઈકર એન્ડ પર ઉભેલ ગ્લેન મેક્સવેલના હાથે રન આઉટ થઈ ગયા. ચોથો બાર પર બેટિંગ માટે સ્ટ્રાઈક પર આવેલ અય્યરે છગ્ગો ફટકાર્યો. તેમાં શિવમની લાઈન લેન્થ બગડી ઈ અને તેણે પાંચમાં બોલ પર વાઈડ બોલ ફેંક્યો, જેના પર એક વધારાનો રન મળ્યો અને બોલ પણ મળ્યો. ફરી પાંચમાં બોલ પર અય્યરે ચોગ્ગો ફટકાર્યો. શિવમ માવીના અંતિમ બોલ પર દિલ્હી ડેયરડેવિલ્સના કેપ્ટન શ્રેયસે છગ્ગો ફટકાર્યો અને સ્કોલ 93 રન પર પહોંચી ગયો.
નવી દિલ્હીઃ દિલ્હી ડેયરડેવિલ્સ વિરૂદ્ધ ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં રમાયેલ મેચમાં કોલકાતા નાઈટરાઈડર્સના બોલર શિવમ માવીના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો છે. તે આઈપીએલ 11માં સૌથી વધુ રન આપનાર બોલર બની ગયા છે. અંતિમ ઓવરમાં શિવમે 29 રન આપ્યા હતા. તેની સાથે જ ઉમેશ યાદવના 27 રનનો રેકોર્ડ તૂટી ગોય છે. ઉમેશે રાજસ્થાન રોયલ્સ વિરૂદ્ધના મેચમાં એક ઓવરમાં 27 રન આપ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -