IPL 2018: સુનિલ ગાવસ્કરે બર્થડે પર ‘માસ્ટર બ્લાસ્ટર’ને મેદાન પર જ આપી અનોખી ગિફ્ટ
કોમેન્ટ્રી દરમિયાન જ્યારે તેને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તે જવાબ આપતાં અચકાતાં હતાં પરંતુ જ્યારે તેમને આગ્રહ કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે આ બેગમાં સચિન માટે સ્પેશિયલ ગિફ્ટ હતી. તેમણે જણાવ્યું કે આ બેગમાં આફ્ટર શેવ લોશન હતું. જે સચિનને ખૂબ જ પસંદ છે. આથી મેં તેને ગિફ્ટ આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ તકે એક ખાસ વાત એ જોવા મળી કે કોમેન્ટ્રી કરી રહેલા સીનિયર ક્રિકેટર સુનિલ ગાવસ્કરે મેચ શરૂ થતાં પહેલા સચિનને જ્યારે મળ્યા ત્યારે તેના હાથમાં એક બેગ જોવા મળી હતી. જે બેગમાં સચિન માટે એક ખાસ ગિફ્ટ હતી.
પૂર્વ ભારતીય ક્રિકેટર અને મુંબઈ ઈન્ડિયન્સ ટીમના મેન્ટોર સચિન મુંબઈની ટીમ સાથે સ્ટેડિયમમાં પહોંચ્યો હતો. જ્યારે તે મેદાન પર જોવા મળ્યો ત્યારે ફેન્સ સચિન…સચિનના નામની બૂમો પાડતાં જોવા મળ્યાં હતાં.
નવી દિલ્હીઃ સચિન એ એવું નામ છે જે વિશ્વના કોઈપણ ક્રિકેટ સ્ટેડિયમમાં આજે પણ સરળતાથી સાંભળી શકાય છે. મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ તો સચિન તેંડુલકરનું ઘર છે. તેમાં પણ 24 એપ્રિલ એ ખાસ દિવસ છે જ્યારે સચિન તેંડુલકરનો 45મો બર્થડે હતો. નોંધનીય છે કે IPL-11નો 23મો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -