IPL 2018: પ્લેઓફમાં KKR,સનરાઇઝર્સ હૈદરાબાદને 5 વિકેટથી હરાવ્યું
આ જીત સાથે કેકેઆરની ટીમ સીઝન 11માં 16 પોઇન્ટ્સ સાથે પ્લેઓફમાં પોંહચી ગઈ છે. સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નઇ સુપરકિંગ્સ બાદ કેકેઆર પ્લેઓફમાં પહોંચનારી ત્રીજી ટીમ બની ગઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઈપીએલ-2018માં પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત કરી ચુકેલી સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદ વતી ધવન અને ગોસ્વામીએ આક્રમક શરૂઆત કરતાં 8.4 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 79 રનની ભાગીદારી કરી હતી.
હૈદરબાદઃ કોલકાતા નાઇટ રાઇડર્સે સનરાઇઝર્સે હૈદરાબાદને 5 વિકેટથી હરાવી આઇપીએલ 2018ના પ્લેઓફમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. સનરાઇઝર્સે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી કેકેઆરને 173 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. કોલકતાએ આ ટાર્ગેટ પાંચ વિકેટ ગુમાવી 19.4 ઓવરમાં પૂર્ણ કર્યો હતો.
જે બાદ હૈદરાબાદે નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. 20 ઓવરના અંતે હૈદરાબાદે 9 વિકેટના નુકસાન પર 172 રન બનાવ્યા હતા. શિખર ધવને સર્વાધિક 50 રનનું યોગદાન આપ્યું હતું. કોલકતા વતી પ્રસિદ્ધ ક્રિષ્નાએ 4 વિકેટ લીધી હતી.
સનરાઈઝર્સની ટીમ 14 મેચમાં 9 મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ સ્થાન પર યથાવત છે.
પ્લે ઓફમાં પહોંચનારી ચોથી ટીમ કઈ હશે તેનો નિર્ણય આજે થશે. અંતિમ સ્થાન માટે મુંબઈ ઇન્ડિયન્સ, કિંગ્સ ઇલેવન પંજાબ અને રાજસ્થાન રૉયલ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -