IPL 2018: પ્લેઓફમાંથી દિલ્હી ડેરડેવિલ્સ બહાર, હૈદરાબાદે 7 વિકેટથી જીતી મેચ
અંતિમ બે ઓવરમાં હૈદરાબાદને જીત માટે 28 રનની જરૂર હતી ત્યારે યુસુફ પઠાણે 19માં ઓવરમાં એક ચોગ્ગો અને એક છગ્ગાની મદદથી 14 રન બનાવી લીધા લીધા હતા બાદમાં અંતિમ ઓવરમાં પણ એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 14 રન બનાવી હૈદરાબાદને જીત અપાવી હતી.
હૈદરાબાદ: ઈન્ડિયન પ્રીમિયમ લીગ(આઈપીએલ)માં શનિવારે રમાયેલી રોમાંચક મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે દિલ્હી ડેરડેવિલ્સને સાત વિકેટથી હરાવી દીધું છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હીએ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી 163 રન બનાવ્યા હતા, તેની સામે હૈદરાબાદે અંતિમ ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી જીત મેળવી લીધી હતી.
અંતિમ બે ઓવરમાં હૈદરાબાદને જીત માટે 28 રનની જરૂર હતી ત્યારે યુસુફ પઠાણે 19માં ઓવરમાં એક ચોગ્ગો અને એક છગ્ગાની મદદથી 14 રન બનાવી લીધા લીધા હતા બાદમાં અંતિમ ઓવરમાં પણ એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 14 રન બનાવી હૈદરાબાદને જીત અપાવી હતી.
દિલ્હી ડેરડેવિલ્સે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવા સનરાઈઝર્સ હૈદરાબાદને આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા સનરાઈઝર્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 163 રન બનાવી દિલ્હીને જીત માટે 164 રનનો ટાર્ગેટ આપ્યો છે. પૃથ્વી શો એ આક્રમક બેટિંગ કરતા 36 બોલમાં 65 રન બનાવ્યા હતા. જ્યારે શ્રેયસ અયરે 44 રન બનાવ્યા હતા.
હૈદરાબાદની ટીમ 9 મેચોમાંથી 7 મેચ જીતી પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે. દિલ્હીને સતત હારનો સામનો કરવો પડી રહ્યા છે. હવે પ્લેઓફમાં પહોંચવુ ખુબજ મુશ્કેલ થઈ ગયું છે. દિલ્હી 10 મેચોમાંથી ત્રણ જીત સાથે સાતમાં નંબરે છે.