ABP Asmita - Gujarati News ABP Asmita - Gujarati News ABP Asmita - Gujarati News
✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો
  • હોમ
  • સ્પોર્ટ્સ
  • IPL 2018: પ્લે ઓફમાં જવાનું કઈ-કઈ ટીમનું નક્કી, કઈ ટીમ કરી શકે છે મોટો ઉલટફેર, જાણો

IPL 2018: પ્લે ઓફમાં જવાનું કઈ-કઈ ટીમનું નક્કી, કઈ ટીમ કરી શકે છે મોટો ઉલટફેર, જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ Updated at: 08 May 2018 02:36 PM (IST)
IPL 2018: પ્લે ઓફમાં જવાનું કઈ-કઈ ટીમનું નક્કી, કઈ ટીમ કરી શકે છે મોટો ઉલટફેર, જાણો
1

મુંબઈની ટીમનો આગામી મુકાબલો કેકેઆર સાથે છે. બંને ટીમો માટે આ મેચ કરો યા મરો હશે. મુંબઈની ટીમ આ મેચ હારી જશે તો તે આઈપીએલ 2018 પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાઈ જશે. મુંબઈ જીત મેળવશે તો કેકેઆરની મુશ્કેલીઓ ઉભી થશે. એવામાં કોલકાતાએ પોતાની બાકી બચેલી તમામ મેચમાં જીત મેળવવી જરૂરી બનશે. પોઈન્ટ ટેબલમાં સારા રન રેટ સાથે મુંબઈની ટીમ પાંચમાં સ્થાન પર છે. મુંબઈની ટીમ સીઝન-11માં 10 મેચ રમી ચૂકી છે અને તેના 8 પોઈન્ટ્સ છે. એવામાં મુંબઈને પ્લેઓફમાં પહોંચવા માટે બાકીના તમામ મેચ સારી રન રેટથી જીતવી પડશે.

Download ABP Live App and Watch All Latest Videos

View In App
IPL 2018: પ્લે ઓફમાં જવાનું કઈ-કઈ ટીમનું નક્કી, કઈ ટીમ કરી શકે છે મોટો ઉલટફેર, જાણો
2

નવી દિલ્લી: ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન-11માં અત્યાર સુધીમાં રમાયેલા મુકાબલા પર નજર કરવામાં આવે તો પ્લેઓફની તસવીર સાફ થઈ ગઈ છે. આઈપીએલ 2018માં પોઈન્ટ ટેબલમાં ટોપ ચાર ટીમો પ્લેઓફમાં પહોંચવાનું લગભગ નક્કી થઈ ગયું છે. આ ટોપ ટીમોમાં સનરાઈઝર્સ હૈદરાબાદ, ચેન્નઈ સુપર કિંગ્સ, કિંગ્સ ઈલેવન પંજાબ અને કોલકાતા નાઈટ રાઈડર્સ છે.

IPL 2018: પ્લે ઓફમાં જવાનું કઈ-કઈ ટીમનું નક્કી, કઈ ટીમ કરી શકે છે મોટો ઉલટફેર, જાણો
3

જ્યારે બીજી તરફ કોલકાતા નાઈટ રાઈડર્સ માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે. કોલકાતાને 10 મેચમાં 10 પોઈન્ટ છે એવામાં બાકીની ચાર મેચમાં ઓછામાં ઓછી ત્રણ મેચ જીતવી જરૂરી છે.

4

એવામાં આ ટીમો માટે જરૂરી છે કે તેઓ બાકીના મેચમાં પોતાની રન રેટ સુધારે જેના કારણે પ્લેઓફમાં પહોંચવા માટેની તક બની રહે પરંતું આ ત્યારે જ શક્ય છે જ્યારે ટોપની ચાર ટીમોમાંથી કોઈ એક ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ હોય.

5

પોઈન્ટ્સ ટેબલમાં નીચેની ચાર ટીમોમાં સૌથી સારી રન રેટ મુંબઈ ઈન્ડિયન્સની છે. બાકીની ત્રણ ટીમોની રન રેટની વાત કરવામાં આવે તો સૌથી મજબૂત બેંગલૂરૂ છે અને ત્યારબાદ દિલ્લી.

6

મુંબઈ ઈન્ડિયન્સની સીઝન-11માં શરૂઆત ખૂબ જ ખરાબ રહી. ટીમને સતત હારનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ ધમાકેદાર વાપસી કરતા મુંબઈએ છેલ્લી બે મેચમાં જીત મેળવી પ્લેઓફમાં પહોંચવાની આશા કાયમ રાખી છે.

7

પોઈન્ટ ટેબલમાં ત્રીજા અને ચોથા સ્થાન પર રહેલી પંજાબ અને કેકેઆર વચ્ચે પ્લેઓફમાં પહોંચવા માટે ટક્કર જોવા મળી રહી છે. કિંગ્સ ઈલેવન પંજાબની ટીમનું અત્યાર સુધીનું પ્રદર્શન સારૂ રહ્યું છે. મજબૂત બેટિંગ લાઈનઅપ વાળી આ ટીમે સીઝન-11માં રમાયેલી અત્યાર સુધીની 9 મેચમાંથી 12 પોઈન્ટ મેળવી ટેબલમાં ત્રીજા સ્થાન પર છે. પંજાબની ટીમે હજુ પાંચ મેચ રમવાની છે અને પ્લેઓફમાં પહોંચવા માટે તેને ઓછામાં ઓછી બે મેચમાં જીત મેળવવી જરૂરી છે.

8

જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ ટીમના 10 મેચમાં અત્યાર સુધી 14 પોઈન્સ છે. બાકી રહેલી ચાર મેચમાંથી ચેન્નઈએ પ્લેઓફમાં પહોંચવા માટે માત્ર એક મેચ જીતવી પડશે.

9

હૈદરાબાદની ટીમ પોતાના 10માં મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલૂરૂને હરાવીને 16 પોઈન્ટ્સ મેળવી લીધા છે. આ સાથે જ સનરાઈઝર્સ આઈપીએલ 2018ના પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે.

10

રૉયલ ચેલેન્જર્સ બેંગલૂરૂ, દિલ્લી ડેયરડેવિલ્સ અને રાજસ્થાન રોયલ્સ પ્લેઓફમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. એવામાં મુંબઈ અને કોલકાતા વચ્ચેના મુકાબલામાં જો કોઈ ઉલટ ફેર થશે તો મામલો રન રેટ પર આવશે.

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.