પોતાના સૌથી જૂના ચાહકને મળતા સહેવાગ તેને ભેટી પડ્યો અને પગે પણ લાગ્યો, જુઓ તસવીરો

93 વર્ષીય વૃદ્ધ ફેનને લઈને એવી પણ ચર્ચા ચાલી રહી છે મોહાલી સ્ટેડિયમમાં કિગ્સ ઈલેવન પંજાબના ખેલાડીઓને ચીયર્સ કરવા માટે ઓમ પ્રકાશ સ્ટેડિયમમાં હાજર રહેશે.
પંજાબ ફ્રેચાઈજીએ 19 અપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ થનારી મેચમાં ઓમ પ્રકાશને આમંત્રણ આપ્યું છે. જેથી તે મોહાલીના આઈએસ બિંદ્રા સ્ટેડિયમમાં આવીને તેની ફેવરીટ ટીમનો ઉત્સાહ વધારી શકે.
પંજાબના ફ્રેચાઈજીએ પોતાના ટ્વિટર એકાઉન્ટથી સહેવાગ સાથે ઓમ પ્રકાશની તસવીરો પોસ્ટ કરી હતી. જેમાં સહેવાગ પગે લાગી રહ્યો છે અને ગળે પણ મળ્યો હતો.
નવી દિલ્હી: સ્ટાર ક્રિકેટરોના ચાહકોની કમી નથી હોતી અને ચાહકો પોતાના બેસ્ટ ક્રિકેટરની એક ઝલક માટે હંમેશા ઉત્સુક રહેતા હોય છે. તેવીજ રીતે ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગના પણ લાખો ફેન્સ છે અને તેમાંથી એક સૌથી જૂનો પ્રશંસક સહેવાગને મળ્યો હતો. આ ફેનની જ્યારે સહેવાગ સાથે મુલાકાત થઈ ત્યારે સહેવાગે તેનું સ્વાગત કર્યું હતું એટલુંજ નહીં તેના પગે લાગી તેના આશીર્વાદ પણ લીધા હતા.
93 વર્ષના ઓમ પ્રકાશ કિંગ્સ ઈલેવન પંજાબ અને વિરેન્દ્ર સહેવાગના મોટા પ્રશંસક છે અને તે સહેવાગ અને ટીમના ખેલાડીઓને મળવા મંગળવારે સ્ટેડિયમ પહોંચ્યા હતા. સહેવાગે તેની સાથે થયેલી મુલાકાતની તસવીરો પણ શેર કરી છે. કહેવામાં આવે છે કે, 93 વર્ષીય વૃદ્ધની યાદશક્તિ જોઈને સહેવાગ પણ દંગ રહી ગયો હતો. મોટી ઉંમર હોવા છતાં પણ ઓમ પ્રકાશને સહેવાગની ઈનિંગ્સ યાદ છે.