IPL 2018: આખરે શા માટે વિરાટ કોહલીએ માંગી માફી!
તેણે વધુમાં જણાવ્યું હતું કે, આ બધુ જીવનનો એકભાગ છે. તમને હંમેશા એ વસ્તુ મળતી નથી જે તમે ઇચ્છો છો. આ ખેલાડીઓ ઉપર નિર્ભર છે તેઓ સમજે કે આવા પ્રદર્શનનું આગળની સિઝનમાં શું કરવું જોઇએ. આગળની સિઝનમાં આ વસ્તુઓને દબાવવા ઇચ્છું છું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, કોહલીની ટીમ પોતાની નબળી બોલિંગ અને બેટિંગને કારણે ફેંકાઈ ગઈ હતી. કોહલીએ ટ્વીટર પર પોસ્ટ કરેલા વીડિયોમાં કહ્યું હતું કે, અમે પરિણામ અમારા પક્ષમાં ન કરી શક્યા, આ સિઝનમાં અમે અમારા પ્રદર્શન ઉપર ગર્વ નથી. અમે જે રીતે રમ્યા એનાથી મને વધાર દુઃખ છે. પ્રશંસકોની અપેક્ષાને પુરી ન પાડી શકી એના માટે હું માફી માંગુ છું.
તેમણે કહ્યું હતું કે, તેમની ટીમ આગામી સિઝનમાં ફરી ઉતરશે. આરસીબીની ટીમ 14માંથી 8 મેચો હારવાથી 8 ટીમોની લીગ પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાન ઉપર રહી છે. આ પહેલા રોહિત શર્માએ પણ ખરાબ પ્રદર્શન કરવા માટે મુંબઇ ઇન્ડિયન્સના ફેન્સની માંફી માંગી હતી.
નવી દિલ્હીઃ આઈપીએલ હવે તેના અંતિમ તબક્કામાં છે. વિરાટ કોહલીની ટીમ એક વખત ફરી આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. એવામાં હવે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટીમના નિરાશાજન પ્રદર્શન માટે ફેન્સની માફી માગી છે. સોશિયલ મીડિયા દ્વારા તેણે કહ્યું કે, તે આઈપીએલની સીઝનમાં આરસીબીના નોકઆઉટ રાઉન્ડમાં સ્થાન ન મેળવી શકવા બદલ દિલથી માફી માગે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -