મામલો વધતો જોઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ અશ્વિનને કહ્યું કે, કેપ્ટને રમતની ભાવના બનાવી રાખવી જોઈએ. બોર્ડે આ મુદ્દે કહ્યું કે, મેચ અધિકારી પણ આ મામલે જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે. ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં બોર્ડના એક સીનિયર અધિકારીએ કહ્યું, મેદાન પર કોઈ બેટ્સમેનને આઉટ કરવા માટે માત્ર ક્રિકેટ સ્કીલનો ઉપયોગ થવો જોઈએ. કારણકે જે લોકો આ રમત જોઈ રહ્યા છે અને તેમાંથી શીખી રહ્યા છે તેમને પણ યોગ્ય સંદેશ મળે.
આ અધિકારીએ કહ્યું કે, મેચના અધિકારી આ મામલાને યોગ્ય રીતે ઉકેલવામાં નિષ્ફળ રહ્યા છે. જો નિયમોનો યોગ્ય રીતે અભ્યાસ કરવામાં આવ્યો હોત તો બટલરને નોટ આઉટ આપી શકાયો હતો. અશ્વિને પણ નિયમ અને ખેલ ભાવના એક સાથે રાખીને આગળ વધવું જોઈએ.
‘માંકડ સ્ટાઇલમાં કોઈને આઉટ નથી કરવાનો, IPL કેપ્ટનોની મીટિંગમાં થયો હતો નિર્ણય’, જાણો કોણે કર્યો દાવો
દયાબેન બાદ હવે આ સ્ટાર છોડી શકે છે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલ, નામ જાણીને ચોંકી જશો
જેટ એરવેઝ રાહત પેકેજઃ માલ્યાએ મોદી સરકાર પર કર્યો પ્રહાર, જાણો શું કહ્યું
કોંગ્રેસના કયા ત્રણ ધારાસભ્યો ગયા દિલ્લી? જુઓ વીડિયો