કોલકાતા નાઈટ રાઈડર્સની આઈપીએલના ઈતિહાસમાં આ 100મી જીત છે. જ્યારે મુંબઈ વિરૂદ્ધ કોલકાતાની આ ચાર વર્ષ બાદ પ્રથમ જીત છે.
બે વખત ચેમ્પિયન કોલકાતાએ પ્રથમ બેટિંગ કરતાં બે વિકેટ પર 232 રન બનાવ્યા હતા અને મુંબઈ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 198 રન જ બનાવી શકી હતી.
મેચ બાદ રસેલે કહ્યું કે, તાલમેલ, સારું બેલેન્સ અને મેં મારા ખભાના જોરે ખૂબ જ પાવરફુલ શોટ્સ રમ્યા. તમારે એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે તમારું શરીર ફિટ અને મજબૂત છે. ચોક્કસપણે ટી20 ક્રિકેટમાં આ મારો શ્રેષ્ઠ સમય ચાલી રહ્યો છે. અમે જાણતા હતા કે અમારે 200થી વધારે રન બનાવવાના છે. 200થી વધારે સ્કોરવાળો મેચ બિલકુલ અલ હોય છે. પરંતુ બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું.