IPL હરાજીમાં કોઈએ ન ખરીદતાં આ વિસ્ફોટક બેટ્સમેને કહ્યું, દરેક સારી વસ્તુનો અંત આવતો હોય છે

મેક્કુલમે કહ્યું કે, હું ભાગ્યશાળી છું કે 11 સિઝન સુધી મને આઈપીએલમાં રમવાનો મોકો મળ્યો અને કેટલાક તબક્કા બાદ તમારે રમતથી દૂર થવાની જરૂર હોય છે. 2016માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયેલા ન્યૂઝીલેન્ડના કેપ્ટને કહ્યું કે, દરેક સારી વસ્તુનો અંત આવતો હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી અણનમ 158 રનની ઈનિંગ રમી IPL કરિયરનો ધમાકેદાર પ્રારંભ કરનારા ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર બ્રેન્ડોન મેક્કુલમને મંગળવારે જયપુરમાં યોજાયેલી હરાજીમાં કોઈએ ખરીદ્યો નહોતો. જે બાદ તેણે રેડિયો સ્પોર્ટ સાથેની વાતચીતમાં નજીકના ભવિષ્યમાં રમતમાંથી નિવૃત્તિ જાહેર કરવાનો ઈશારો આપ્યો હતો.

ગત સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમેલા 37 વર્ષીય મેક્કુલમે આઈપીએલની 109 મેચમાં 27.70ની સરેરાશથી 2881 રન નોંધાવ્યા છે.
મેક્કુલમ IPLમાં કોલકાતા નાઇટ રાઇડર્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, ગુજરાત લાયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી ચુક્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -