ચેન્નઇઃ ચેન્નઇ સુપરકિંગ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચેની મેચમાં એક અદભૂત ઘટના બની હતી જેને જોઇને દર્શકો અને અમ્પાયર પણ હેરાન રહી ગયા હતા. કિંગ્સ ઇલેવન પંજાબની ઇનિંગની 13મી ઓવર ફેંકવા માટે ચેન્નઇનો બોલર જાડેજા આવ્યો હતો. તે સમયે પંજાબ તરફથી લોકેશ રાહુલ બેટિંગ કરી રહ્યો હતો.


જાડેજાની ઓવરની ચોથા બોલ પર લોકેશ રાહુલે બોલને ઓનસાઇડ તરફ રમી સિંગલ લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યારે વિકેટ પાછળ ધોનીએ સ્ફૂર્તિથી બોલને સ્ટંપ પર થ્રો કર્યો હતો. જોકે, ધોનીનો થ્રો સ્ટંપ્સ પર લાગ્યો હતો પરંતુ સ્ટંપ્સ પરથી બેલ્સ નીચે પડી નહી.  આ દરમિયાન લોકેશ રાહુલ ક્રિઝની બહાર જ હતો પરંતુ બેલ્સ નહી પડવાના કારણે લોકેશ રાહુલ રનઆઉટ થયા બચ્યો હતો જેનો તેને ફાયદો થયો.