આવતા વર્ષે IPL ભારતમાં નહીં રમાય, જાણો શું છે કારણ? ભારતના બદલે ક્યાં રમાશે?
નવી દિલ્હીઃ ભારાતમાં આઈપીએલના ચાહકો માટે ખરાબ સમાચરા છે. આગામી વર્ષે એટલે કે 2019માં રમાનારી આઈપીએ ટૂર્નામેન્ટ ભારતની બહાર રમાઈ શકે તેવી શક્યતા છે. જાણકારી અનુસાર આગામી વર્ષે આઈપીએલની તારીખો જો લોકસભાની ચૂંટણી સાથે ટકરાશે તો ટૂર્નામેન્ટનું આયોજન UAEમાં થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઈપીએલની 12મી સીઝન આગામી વર્ષે 29 માર્ચથી 19 મેની વચ્ચે થવાની છે. પરંતુ બીસીસીઆઈ એ વાતથી વાકેફ છે કે તે સમયગાળામાં લોકસભાની ચૂંટણી પણ આવી શકે છે.
બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યં કે, જ્યારે આવી સ્થિતિ થશે ત્યારે અમે નિર્ણય કરીશું, પરંતુ અમે એવી કોઈપણ સ્થિતિ માટે તૈયાર છીએ.
જરૂરત પડ્યે આઈપીએલનું આયોજન યૂએઈમાં થઈ શકે છે. અધિકારીએ કહ્યું કે, યૂએઈનો સમયગાળો ભારતીય દર્શકોને અનુકૂળ છે.
જાણકારી અનુસાર UAEમાં મેચ ત્રણ સ્થળ શારજાહ, દુબઈ અને અબુધાબીમાં યોજાઈ શકે છે. જો આપીએલ આ દેશમાં થાય તો આ ત્રણેય સ્થળ પર મેચ રમાવાની શક્યતા છે.
આ પહેલા પણ સામાન્ય ચૂંટણીને કારણે બે વખત આઈપીએલ મેચ વિદેશમાં રમાડવામાં આવ્યા હતા. ચૂંટણીને કારણે 2009માં દક્ષિણ આફ્રીકામાં આઈપીએલનું આયોજન થયું હતું જ્યારે 2014માં પ્રથમ તબક્કાના મેચનું આયોજન યૂએઈમાં કરવામાં આવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -