IPL 2019: ચેન્નાઇએ દિલ્હીને જીતવા આપ્યો 180 રનનો લક્ષ્યાંક, રૈનાના 59 રન, ધોનીના 22 બોલમાં 44* રન
abpasmita.in | 01 May 2019 09:41 PM (IST)
સીએસકે અને દિલ્હી કેપિટલ્સ પ્લેઓફ માટે પહેલાથી જ ક્વોલિફાઇ કરી ચુકી છે.
ચેન્નઈઃ IPL 2019ની 50મી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો છે. મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સીએસકેએ 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 179 રન બનાવ્યા હતા. રૈનાએ 37 બોલમાં 59 રન બનાવ્યા હતા. ધોની 22 બોલમાં રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. જાડેજાએ 10 બોલમાં 25 રનનું યોગદાન આપ્યું હતું. સીએસકે અને દિલ્હી કેપિટલ્સ પ્લેઓફ માટે પહેલાથી જ ક્વોલિફાઇ કરી ચુકી છે. બંને ટીમો આ પ્રમાણે છે.