નવી દિલ્હીઃ દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં ચેન્નઈએ 6 વિકેટથી જીત મેળવી લીધી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની ટીમે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 147 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ચેન્નઇ સુપર કિંગ્સે 19.4 ઓવરમા 4 વિકેટ ગુમાવી 150 રન બનાવી વિજય મેળવ્યો હતો.

ચેન્નઈ આ જીત સાથે સતત બીજી છે.  બન્ને ટીમનો આઈપીએલ-12ના પોતાનો આ બીજો મુકાબલો હતો. ચેન્નઈ તરફથી શેન વોટ્સને 44, સુરેશ રૈના 30 અને ધોનીએ 27 રન બનાવ્યા હતા.


દિલ્હી તરફથી શિખર ધવને સર્વાધિક 51 રન બનાવ્યા હતા. પંતે 13 બોલમાં 25 અને પૃથ્વી શૉએ 16 બોલમાં 24 રનનું યોગદાન આપ્યું હતું. એક સમયે દિલ્હીની ટીમ 180 રનની આસપાસ સ્કોર કરશે તેમ લાગતું હતું પરંતુ તેમ થયું નહોતું. બ્રાવોએ 4 ઓવરના સ્પેલમાં 33 રન આપી 3 વિકેટ ઝડપતાં દિલ્હીનો સ્કોર 120 રન પર બે વિકેટથી 127 રનમાં 6 વિકેટ થઈ ગયો હતો.


દિલ્હીની ટીમમાં એક બદલાવ કરવામાં આવ્યો હતો, જ્યારે ચેન્નઇની ટીમમાં કોઈ બદલાવ નથી થયો. દિલ્હી કેપિટલ્સે ટ્રેન્ટ બોલ્ટના સ્થાને અમિત મિશ્રાનો સમાવેશ કર્યો છે.

દિલ્હીની ટીમઃ પૃથ્વી શૉ, શિખર ધવન, શ્રેયર અય્યર, કોલિન ઇનગ્રામ, રિષભ પંત, કીમો પોલ, અક્ષર પટેલ, રાહુલ તેવટિયા, અમિત મિશ્રા, કાગિસો રબાડા, ઈશાંત શર્મા

ચેન્નઈની ટીમઃ રાયડૂ, વોટસન, રૈના, ધોની, જાધવ, જાડેજા, બ્રાવો, ચહર, શાર્દૂલ ઠાકુર, હરભજન સિંહ, ઈમરાન તાહિર