CSKvKKR: દિનેશ કાર્તિકને આઉટ કરતાં જ ઇમરાન તાહિરે અનોખા અંદાજમાં મનાવ્યો જશ્ન, જુઓ વીડિયો
abpasmita.in | 09 Apr 2019 09:20 PM (IST)
ઇમરાન તાહિરની બોલિંગમાં શોટ ફટકારવાના પ્રયાસમાં દિનેશ કાર્તિક પેવેલિયન પરત ફર્યો હતો. હરભજન સિંહે તેનો શાનદાર કેચ પકડ્યો હતો.
નવી દિલ્હીઃ આઈપીએલ 2019ની આજે 23મી મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કેકેઆરની શરૂઆત નબળી રહી હતી અને 44 રન પર જ 5 વિકેટ ગુમાવી દીધી હતી. કેકેઆરની પાંચમી વિકેટના રૂપમાં કેપ્ટન દિનેશ કાર્તિક 19 રન બનાવી આઉટ થયો હતો. ઇમરાન તાહિરની બોલિંગમાં શોટ ફટકારવાના પ્રયાસમાં દિનેશ કાર્તિક પેવેલિયન પરત ફર્યો હતો. હરભજન સિંહે તેનો શાનદાર કેચ પકડ્યો હતો. કાર્તિકને આઉટ કર્યા બાદ તેને અનોખા અંદાજમાં જશ્ન મનાવ્યો હતો. વર્લ્ડકપ 2019: ઓસ્ટ્રેલિયાએ નવી જર્સી કરી લોન્ચ, જાણો વિગત TVના જાણીતા કપલનું લગ્ન જીવન ભંગાણના આરે, સોશિયલ મીડિયા પર એકબીજાને કર્યા અનફોલો