દિલ્હી કેપિટલ્સ સામે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકાતા નાઇટ રાઇડર્સે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 185 રન બનાવ્યા હતા. 186 રનનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવીને 185 રન કર્યા હતા. કોલકાતાના કુલદીપ યાદવે અંતિમ ઓવરમાં 6 રન ડિફેન્ડ કરીને મેચને સુપરઓવર સુધી પહોંચાડી હતી.
સુપર ઓવરમાં દિલ્હી કેપિટલ્સે એક ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 10 રન બનાવી કોલકતાને 11 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં કોલકતાએ 1 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 7 રન કર્યા બનાવી શક્યું હતું.
દિલ્હી તરફથી પૃથ્વી શૉએ 55 બોલમાં 99 રન બનાવ્યા હતા. આ ઇનિંગ્સ દરમિયાન તેણે 12 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટ્ન શ્રેયસ ઐયરે પણ 43 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે લોકી ફર્ગ્યુસન, પિયુષ ચાવલા, આન્દ્રે રસલ અને કુલદીપ યાદવે 1-1 વિકેટ ઝડપી હતી.
કોલકતાએ પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટ ગુમાવીને 185 રન બનાવ્યા હતાં. આંદ્રે રસેલ (28 બોલમાં 62 રન) અને કેપ્ટન દિનેશ કાર્તિક (36 બોલમાં 50 રન) વચ્ચે 95 રનની ભાગીદારી થઈ હતી.
62 off 28 from Dre Russ and a fine 50 from DK powers @KKRiders to a total of 185/8 in 20 overs ????????#DCvKKR pic.twitter.com/5qZT22ige6
— IndianPremierLeague (@IPL) March 30, 2019
IPL 2019: મુંબઈ સામે પંજાબનો 8 વિકેટે વિજય, લોકેશ રાહુલના અણનમ 71 રન
ધોની-પંત નહીં આ ખેલાડી છે સર્વશ્રેષ્ઠ વિકેટકિપર બેટ્સમેન, જાણો કોણે આપ્યું આવું નિવેદન