IPL 2019: દિલ્હીએ બેંગ્લોરને 16 રનથી આપી હાર, પ્લેઓફ માટે કર્યું ક્વૉલિફાઇ
abpasmita.in | 28 Apr 2019 03:40 PM (IST)
આઈપીએલ 2019ની 46મી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મુકાબલો હતો. મેચમાં દિલ્હીએ બેંગ્લોરને 16 રનથી હાર આપી હતી.
નવી દિલ્હીઃ આઈપીએલ 2019ની 46મી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મુકાબલો હતો. જેમાં દિલ્હીએ આરસીબીને 16 રનથી હાર આપી હતી. દિલ્હીએ મેચ જીતવા આપેલા 188 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે બેંગ્લોરની ટીમ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 171 રન જ બનાવી શકી હતી. RCB તરફથી પાર્થિવ પટેલે સર્વાધિક 39 રન બનાવ્યા હતા. જે સિવાયના બાકી બેટ્સમેનો સેટ થયા બાદ આઉટ થઇ ગયા હતા. દિલ્હી તરફથી અમિત મિશ્રા, રબાડાએ 2-2 વિકેટ લીધી હતી. આરસીબીને હાર આપવાની સાથે જ દિલ્હીએ પ્લેઓફ માટે ક્વૉલિફાઇ કરી લીધું છે. આ પહેલા મેચમાં દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હીએ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 187 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી શિખર ધવને 37 બોલમાં 50 અને કેપ્ટન શ્રેયસે 37 બોલમાં 52 રનનું યોગદાન આપ્યું હતું. અક્ષર પટેલ 9 બોલમાં 16 રન અને રૂથરફોર્ડ 13 બોલમાં 28 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. બેંગ્લોર તરફથી ચહલે 2 વિકેટ ઝડપી હતી. બંને ટીમો આ પ્રમાણે છે. વિરાટ કોહલીએ શેર કર્યું વોટર આઈડી કાર્ડ, જાણો કઇ તારીખે ક્યાંથી કરશે મતદાન