આ મુકાબલામાં જે ટીમ હારશે તેના પડકારનો અંત આવશે. બીજી તરફ વિજય મેળવનારી ટીમ શુક્રવારના ક્વોલિફાયર-૨ના મુકાબલામાં ચેન્નાઇ સુપર કિંગ્સ સામે રમશે. બંને ટીમો આ પ્રમાણે છે.
દિલ્હી કેપિટલ્સની ટીમ હજુ સુધી ક્યારેય આઇપીએલની ફાઇનલમાં પહોંચી શકી નથી. આ વખતે તેઓ 2012 બાદ પ્રથમવાર પ્લે ઓફમાં રમી રહ્યા છે. વર્તમાન સિઝનનો દેખાવ જોવામાં આવે તો દિલ્હી કેપિટલ્સ માટે આ વખતે ફાઇનલ સુધી પહોંચવાની પૂરી તક છે. બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદે લીગ રાઉન્ડમાં ખૂબ જ સારો દેખાવ કર્યો હતો અને તેનો શ્રેય મહદ્અંશે ડેવિડ વોર્નર-જોની બૈરસ્તોની જોડીને જાય છે. અલબત્ત, વન-ડે વર્લ્ડકપની પૂર્વતૈયારી માટે આ બંને બેટ્સમેન વતન પરત ફરતાં જ સનરાઇઝર્સ હૈદરાબાદની બેટિંગ નબળી પડી ગઇ છે.
વર્લ્ડકપની ટીમમાં સામેલ કેદાર જાધવની ઈજાને લઈ આવ્યા મોટા સમાચાર, જાણો વિગત
વર્લ્ડકપ પહેલા ઓસ્ટ્રેલિયાને લાગ્યો મોટો ફટકો, આ ખેલાડી થયો બહાર, જાણો વિગત
પ્રિન્સ હેરી અને મેગન માર્કલે બતાવી પુત્રની પહેલી ઝલક, જુઓ વીડિયો