IPL 2019: આ 3 ખેલાડીઓને ટીમમાં સામેલ કરવા ફ્રેન્ચાઇઝીમાં લાગશે હોડ, જાણો વિગત
સેમ કરનઃ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી હાર્યું તેમાં ખેલાડીનો સિંહ ફાળો હતો. ખેલાડીએ ન માત્ર બોલિંગથી પણ બેટિંગથી તમામને પ્રભાવિત કર્યા હતા. ઓલરાઉન્ડર હોવાના કારણે કોઈપણ ટીમ માટે પ્રભાવશાળી સાબિત થઈ શકે છે. જેના કારણે ફ્રેન્ચાઇઝી તેને ટીમમાં સામેલ કરવા પડાપડી કરી શકે છે.
મેક્સવેલઃ આઈપીએલમાં દિલ્હીની ટીમ તરફથી ગત સીઝનમાં રમેલા ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીએ તમામને નિરાશ કર્યા હતા. જેના કારણ દિલ્હીની ટીમ તેને રિલીઝ કરી દીધો છે. બીજી બાજુ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાટેલી ટી20 સીરિઝમાં તેનો જૂનો ટચ જોવા મળ્યો હતો. આ સ્થિતિમાં ખેલાડી પર મોટો દાવ લગાવવામાં આવી શકે છે.
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન માટે ડિસેમ્બરમાં ખેલાડીઓની હરાજી થશે. ઘણી ફ્રેન્ચાઇઝીએ ખેલાડીઓને રિલીઝ કરી તેના સ્થાને અન્ય ક્રિકેટરને સ્થાન આપ્યું છે. આઈપીએલ બાદ તરત જ વર્લ્ડ કપ શરૂ થતો હોવાથી ખેલાડીઓ અને ટીમોમાં ચિંતા છે. આ સ્થિતિમાં વિવિધ ફ્રેન્ચાઇઝી ટીમમાં માત્ર 2-3 ખેલાડીઓ માટે જ મોટો દાવ લગાવી શકે છે. પરંતુ આ ત્રણ ખેલાડીઓને ટીમમાં સમાવવા માટે વિવિધ ફ્રેન્ચાઇઝીમાં હોડ જામશે તેમાં લેશ માત્ર શંકા નથી.
હેટમાયરઃ વેસ્ટ ઈન્ડિઝના યુવા ખેલાડી પર આઈપીએલની આગામી સિઝનમાં મોટો દાવ ખેલવામાં આવી શકે છે. ભારત સામેની વન ડે અને ટી20 શ્રેણીમાં તેણે તમામને પ્રભાવિત કર્યા હતા. સ્પિન બોલર સામે બેટિંગ અને મિડલ ઓર્ડરમાં આક્રમક ફટકાબાજી આ ખેલાડીની વિશેષતા છે.