નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રિમિયર લીગની ફાઇનલ અગાઉ ભારતના પૂર્વ લેગ સ્પિનર અનિલ કુંબલેએ આઇપીએલ 2019 માટે પોતાની બેસ્ટ પ્લેઇંગ ઇલેવન પસંદ કરી છે. કુંબલેએ પોતાની ટીમમાં રોયલ ચેલેન્જર્સ બેગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીને સામેલ કર્યો નથી અને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐય્યરને ટીમમાં સ્થાન આપ્યું છે. અનિલ કુંબલેએ ક્રિકેટ નેક્સ્ટ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ઐય્યર એક યુવા ખેલાડી છે અને ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યું છે. તેણે મુશ્કેલ પરિસ્થિતિઓમાં બેટિંગ કરી છે. દિલ્હીની પીચ સારી નથી પરંતુ તેણે આગળ આવીને પોતાની ટીમનું નેતૃત્વ કર્યું.
કુંબલેએ પોતાની ટીમમાં ઓપનિંગની જવાબદારી ડેવિડ વોર્નર અને લોકેશ રાહુલને સોંપી છે. કુંબલેએ કહ્યું કે, સનરાઇઝર્સ હૈદરાબાદને પ્લેઓફમાં પહોચાડવામાં વોર્નરની ભૂમિકા મહત્વની છે. તેણે બેયરસ્ટો સાથે મળી સારુ પ્રદર્શન કર્યું છે. વોર્નરે ફક્ત 12 મેચમાં 692 રન બનાવ્યા હતા.
કુંબલેએ ધોનીને પોતાની ટીમનો કેપ્ટન બનાવ્યો છે. તે સિવાય પંતનો પણ સમાવેશ કર્યો છે. વિકેટકીપરની જવાબદારી ધોનીને આપવામાં આવ્યો છે. તે સિવાય આંદ્રે રસેલ અને હાર્દિક પંડ્યાને ઓલરાઉન્ડર તરીકે સમાવેશ કર્યો છે. કુંબલેના મતે પંડ્યા અને રસેલે સાબિત કર્યું છે કે ટી-20 ક્રિકેટમાં કેવી રીતે રમવું જોઇએ.તે સિવાય કુંબલેએ શ્રેયસ ગોપાલ અને ઇમરાન તાહિરનો ટીમમાં સમાવેશ કર્યો છે. જસપ્રીત બુમરાહ, કગીસો રબાડાને ઝડપી બોલર તરીકે સમાવેશ કર્યો છે.
ટીમઃ ડેવિડ વોર્નર, લોકેશ રાહુલ, શ્રેયસ ગોપાલ, ઋષભ પંત, એમએસ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), હાર્દિક પંડ્યા, આંદ્રે રસેલ, શ્રેયસ ગોપાલ, ઇમરાન તાહિર, કગીસો રબાડા, જસપ્રીત બુમરાહ
ભારતના ક્યા મહાન ક્રિકેટરે પોતાની IPL ઈલેવનમાં વિરાટ કોહલીને ના લીધો ? બીજા કોને કોને લીધા ?
abpasmita.in
Updated at:
12 May 2019 10:34 AM (IST)
કુંબલેએ પોતાની ટીમમાં રોયલ ચેલેન્જર્સ બેગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીને સામેલ કર્યો નથી અને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐય્યરને ટીમમાં સ્થાન આપ્યું છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -