નવી દિલ્હીઃ મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા પંજાબ વિરૂદ્ધ મેચમાં ઈજાગ્રસ્ત હોવાને કારણે રમી ન શક્યા અને એક મોટો રેકોર્ડ બનાવતા ચૂકી ગયા છે. રોહિતે વિતેલા 11 વર્ષમાં પ્રથમ વખત કોઈ આઈપીએલની મેચ નહીં રમી હોય. જણાવીએ કે, આ મેચમાં રોહિતની જગ્યાએએ સિદ્ધેશ લાડને સ્થાન મળ્યું હતું અને કેરેબિયન ખેલાડી કીરોન પોલ્ડા આ મેચમાં કેપ્ટનશીપ કીર હતી.
રોહિત પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. જોકે આ ઇજા ગંભીર નથી પણ વધારે સ્થિતિ ન બગડે તે માટે તેને આરામ આપવામાં આવ્યો છે. રોહિતના સ્થાને સિદ્ધેશ લાડનો ટીમમાં સમાવેશ કરાયો હતો.
ઈજાના કારણે રોહિત શર્મા 2011 પછી પ્રથમ વખત મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમવા ઉતર્યો ન હતો. રોહિત શર્મા છેલ્લા 8 વર્ષમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે સતત 133 મેચ રમ્યો છે. તે આઈપીએલના ઇતિહાસમાં બીજી વખત પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થયો નથી. આ પહેલા 2008માં ડેક્કન ચાર્જસે તેને આરામ આપ્યો હતો.
સતત 133 મેચ રમવાના સફરનો અંત આવતા રોહિત શર્મા ચેન્નાઈ સુપરકિંગ્સના સુરૈશ રૈનાના રેકોર્ડને તોડવાથી વંચિત રહ્યો હતો. રૈનાના નામે સતત 134 મેચ રમવાનો રેકોર્ડ છે. વિરાટ કોહલી આરસીબી તરફથી સતત 129 મેચ રમ્યો છે.
IPLમાં 11 વર્ષ બાદ કોઈ મેચમાંથી બહાર થયો આ ખેલાડી, સુરેશ રૈનાનો રેકોર્ડ પણ ન તોડી શક્યો
abpasmita.in
Updated at:
11 Apr 2019 07:49 AM (IST)
મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા પંજાબ વિરૂદ્ધ મેચમાં ઈજાગ્રસ્ત હોવાને કારણે રમી ન શક્યા અને એક મોટો રેકોર્ડ બનાવતા ચૂકી ગયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -