દિલ્હીની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આજની મેચમાં ક્રિસ ગેઈલ અને એન્ડ્યૂ ટ્રાયને પડતા મુકાયા છે. તેમના સ્થાને મુઝીમ અને સેમ કરનને તક આપવામાં આવી છે.
બંને ટીમોની ચોથી મેચ છે. અત્યાર સુધીમાં રમાયેલી 3-3 મેચમાં બંને ટીમોએ 1-1 મેચમાં હારનો સામનો કર્યો છે. સ્કોર બોર્ડમાં દિલ્હી કેપિટલ્સ ચોથા નંબર પર છે. પંજાબ ટીમ પાંચમાં ક્રમે છે.
પંજાબની ટીમે હોમગ્રાઉન્ડ પર મુંબઈની ટીમને સરળતાથી હરાવી હતી. પંજાબના ઓપનર્સે સારૂ પ્રદર્શન કર્યું હતું. લોકેશ રાહુલે 71 રન બનાવ્યા હતા. પંજાબની ટીમના ખેલાડીઓને હોમગ્રાઉન્ડનો ફાયદો મળશે.
ટીમ ઈન્ડિયાનો કમાલ, સતત ત્રીજા વર્ષે ટેસ્ટ ગદા પર કર્યો કબ્જો, જાણો કેટલી રકમ મળશે