આઈપીએલ નિયમ અનુસાર, કોઈ ટીમ અધિકારી એવા પ્રકારના ગુનામાં સામેલ ન હોવો જોઈએ જેની ટીમ, લીગ બીસીસીઆઈ અથવા રમતી ટીકા થાય અથવા તેના માટે શરમ અનુભવવી પડે. જો કોઈ ટીમ અધિકારી આ પ્રકારની ઘટનામાં દોષી જણાય તો તેની ટીમને સસ્પેન્ડ કરવામાં આવી શકે છે.
આઈપીએલની આચાર સંહિતા અંતર્ગત ટીમની સાથે જોડાયેલો કોઇપણ વ્યક્તિ રમતને બદનામ ના કરી શકે અને એક કલમ એવી પણ છે જેના અંતર્ગત ટીમને સસ્પેન્ડ પણ કરવામાં આવી શકે છે. જેમ કે આઈપીએલ સ્પૉટ ફિક્સિંગ દરમિયાન ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રૉયલ્સની સાથે કરવામાં આવ્યું હતુ. જો કે એ હજુ સુધી સ્પષ્ટ નથી કે આ મામલો આઈપીએલની નૈતિક સમિતિ જેમાં 3 અધિકારી કાર્યવાહક અધ્યક્ષ સીકે ખન્ના, સચિવ અમિતાભ ચૌધરી અને ટ્રેઝરર અનિરૂદ્ધ ચૌધરી અથવા નિયુક્ત કરવામાં આવેલા લોકપાલ ડીકે જૈનને સોંપવામાં આવશે કે નહીં.
બીસીસીઆઈનાં એક સીનિયર અધિકારીએ બુધવારનાં કહ્યું કે, “આ મામલો મુંબઈમાં 3 મેનાં થનારી સીઓએની બેઠકમાં ચર્ચામાં આવશે. આના વિશે ચર્ચા કરવાની જરૂર છે કે શું સીઓએ આ મામલે લોકપાલ જૈન અથવા 3 અધિકારીઓને સોંપવામાં આવશે.” તેમણે કહ્યું કે, “અમારી પાસે લોકપાલ તરીકે સુપ્રીમ કૉર્ટનાં સેવાનિવૃત્ત જજ છે તો એ સારું હશે કે આ મામલો તેમને સોંપવામાં આવે.”