દિલ્હી માટે શિખર ધવને 63 બોલમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 97 રન કર્યા હતા. સાથે ઋષભ પંતે 31 બોલમાં 46 રન કર્યા હતા. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 105 રનની ભાગીદારી કરી હતી. દિલ્હી તરફથી ક્રિસ મોરિસ, રબાડા અને કીમો પૉલે બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે ઇશાંત શર્માએ એક વિકેટ ઝડપી હતી. આ જીત સાથે દિલ્હી પોઈન્ટ્સ ટેબલમાં 8 પોઇન્ટ સાથે ચોથા ક્રમે છે, જયારે કોલકાતા 8 પોઇન્ટ સાથે બીજા ક્રમે છે.
કોલકતા તરફથી ગિલે 39 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 65 રન બનાવ્યા હતા. જ્યારે આંદ્ર રસેલે 21 બોલમાં 45 રનની આક્રમક ઇનિંગ રમી હતી.
દિલ્હી કેપિટલ્સે પોતાની ટીમમાં એક ફેરફાર કર્યો છે. સંદીપ લામિછાનેની જગ્યાએ કીમો પોલને લીધો છે. જ્યારે કોલકાતાએ ત્રણ બદલવા કર્યા છે. સુનીલ નારાયણ, હેરી ગર્ને અને ક્રિસ લિનને બહાર કરી તેમની જગ્યાએ લોકી ફર્ગ્યૂસન, જો ડેનલી અને કાર્લોસ બ્રેથવેટને સામેલ કર્યા છે.
પોઈન્ટ ટેબલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ 6 મેચમાં 8 પોઇન્ટ મેળવીને ટેબલમાં બીજા ક્રમે છે. જ્યારે દિલ્હી કેપિટલ્સ 6 મેચમાં 6 પોઇન્ટની સાથે છઠ્ઠા ક્રમે છે. દિલ્હી કેપિટલ્સ આ મેચ જીતશે તો તેની પાસે પણ ટોપ-4માં જગ્યા બનાવવાની તક હશે.
દિલ્હીની ટીમ: શ્રેયસ ઐયર (કેપ્ટ્ન), પૃથ્વી શૉ, શિખર ધવન, ઋષભ પંત(વિકેટકીપર), કોલીન ઇન્ગ્રામ, ક્રિસ મોરિસ, કગીસૉ રબાડા, ઇશાંત શર્મા, અક્ષર પટેલ, રાહુલ તેવટિયા, કીમો પૉલ,
કોલકાતા નાઈટ રાઇડર્સ: દિનેશ કાર્તિક(કેપ્ટન), રોબિન ઉથપ્પા, નીતીશ રાણા, જો ડેનલી, શુભમન ગિલ, આન્દ્રે રસેલ, પિયુષ ચાવલા, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણ, કાર્લોસ બ્રેથવેટ, લોકી ફર્ગુસન