કોલકત્તાને પ્રથમ ઓવરમાં ઝટકો લાગ્યો હતો. ક્રિન લિન શૂન્ય રન પર એરોનનો શિકાર બન્યો હતો. બાદમાં શુભમન ગિલ પણ 14 રન બનાવી આઉટ થયો હતો. બાદમાં નવી ઓવરમાં ટીમને ત્રીજો ઝટકો લાગ્યો હતો. શ્રેયસ ગોપાલે નીતિશ રાણાને 21 રનના અંતગ સ્કોર પર એરોનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
જોકે, બાદમાં દિનેશ કાર્તિકે આક્રમક 97 રન ફટકારી મુશ્કેલીમાં ફસાયેલી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. રસેલ આજની મેચમાં કાંઇ કરી શક્યો નહોતો અને 14 રન બનાવી આઉટ થયો હતો.