કન્નોજ: લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાના ચૂંટણી પ્રચાર માટે બસપા સુપ્રીમો માયાવતી ઉત્તરપ્રદેશના કન્નોજ પહોંચ્યા હતા. કન્નોજ બેઠક પરથી મહાગઠબંધન તરફથી અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ ચૂંટણી મેદાનમાં છે. માયાવતીએ કન્નોજમાં ડિમ્પલ યાદવ માટે ચૂંટણી પ્રચાર કરી મત માંગ્યા હતા.


આ દરમિયાન જ્યારે માયાવતી મંચ પર પહોંચ્યા તો ડિમ્પલ યાદવે તેમનું પ્રતીક ચિન્હ આપી તેમનું સ્વાગત કર્યું હતું. ડિમ્પલ યાદવે માયાવતીને પગે લાગી તેમની પાસેથી જીતના આર્શીવાદ લીધા હતા. બસપા સુપ્રીમો માયાવતીએ પણ ડિમ્પલ યાદવના માથા પર હાથ મૂકી તેમને જીતના આર્શીવાદ આપ્યા હતા.