નવી દિલ્હીઃ આઈપીએલ 2019ની ફાઇનલમાં મુંબઈ સામે ચેન્નાઈ સુપર કિંગ્સની ભલે 1 રનથી ભલે હાર થઇ હોય પરંતુ સીએસકેના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સરેરાશની બાબતમાં તમામને પાછળ રાખી દીધા છે. આઈપીએલ 2019માં 416 રન બનાવનારા ધોનીની સરેરાશ સૌથી શ્રેષ્ઠ રહી છે. તેણે 15 મેચમાં 83.20ની સરેરાશથી રન બનાવ્યા હતા. ધોનીએ ટુર્નામેન્ટમાં ત્રણ અડધી સદી પણ ફટકારી હતી.


આઈપીએલમાં બેટિંગમાં શ્રેષ્ઠ સરેરાશના મામલે સનરાઇઝર્સ હૈદરાબાદનો ઓપનર ડેવિડ વોર્નર ધોની બાદ બીજા નંબર પર છે. તેણે 12 મેચમાં 69.20ની સરેરાશથી 692 રન ફટકાર્યા છે. જેમાં 1 સદી અને 8 અડધી સદી સામેલ છે.

પ્લેઓફમાં પહોંચતા પહોંચતા રહી ગયેલી કોલકાતા નાઇટ રાઇડર્સના વિસ્ફોટક બેટ્સમેન આંદ્રે રસેલે 14 મેચમાં 55.66ની સરેરાશથી 510 રન બનાવ્યા છે. લિસ્ટમાં તે ત્રીજા નંબર પર છે. આઈપીએલમાં 4 અડધી સદી પણ સામેલ છે.

આઈપીએલમાં સૌથી શ્રેષ્ઠ સરેરાશના મામલે સનરાઇઝર્સ હૈદરાબાદનો જોની બેયરસ્ટો ચોથા નંબર પર છે. તેણે 10 મેચમાં 55.62ની સરારેશથી 445 રન બનાવ્યા છે. જેમાં 1 સદી અને 2 અડધી સામેલ છે.

કિંગ્સ ઇલેવન પંજાબનો ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલ આઈપીએલમાં સરેરાશના મામલે પાંચમા નંબર પર છે. તેણે 14 મેચમાં 53.90ની સરેરાશથી 593 રન બનાવ્યા છે. રાહુલે સીઝન દરમિયાન 1 સદી અને 6 અડધી સદી ફટકારી હતી.

ટીમ ઈન્ડિયા સંતુલિત, પણ વર્લ્ડકપ માટે અન્ય ટીમો પણ............

હીરોએ પ્લેઝરનું નવું મોડલ કર્યું લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

આઝાદ ભારતનો પ્રથમ આતંકી હિન્દુ હતો, કમલ હાસનનું વિવાદાસ્પદ નિવેદન