IPL 2019: વાનખેડે સ્ટેડિયમમાં આમને-સામને ટકરાશે ધોની અને રોહિતની ટીમો, કોને કેવો છે રેકોર્ડ, જાણો વિગતે
abpasmita.in | 03 Apr 2019 10:17 AM (IST)
નવી દિલ્હીઃ આઇપીએલમાં આજે ધોનીની ચેન્નાઇ સુપર કિંગ્સ અને રોહિત શર્માની મુંબઇ ઇન્ડિયન્સ આમને સામને ટકરાશે. આઇપીએલના ઇતિહાસમાં આ બન્ને ટીમો કટ્ટર પ્રતિસ્પર્ધી રહી છે. હાલમાં ચેન્નાઇ સુપર કિંગ્સ ત્રણેય મેચ જીતીને ટૉપ પર રહી છે તો મુંબઇ ઇન્ડિયન્સ માત્ર એક જીત સાથે પૉઇન્ટ ટેબલમાં સાતમા નંબર પર અટકી છે. આજની મેચમાં રોહિત શર્મા અને ધોનીની કેપ્ટનશીપ પર ખાસ નજર રહેશે. હાલના ફોર્મને જોઇએ તો ચેન્નાઇની જીતની સંભાવના વધુ દેખાઇ રહી છે. બન્ને ટીમો ઓવરઓલ 26 ટી20 મેચો રમી ચૂકી છે, જેમાં 14 વાર મુંબઇ ઇન્ડિયન્સ જીત નોંધાવી છે, જ્યારે 12 વાર ચેન્નાઇ સુપર કિંગ્સે બાજી મારી છે. જો વાનખેડે સ્ટેડિયમની વાત કરવામાં આવે તો બન્ને ટીમો વચ્ચે અહીં 8 મેચો રમાઇ છે, મુંબઇ ઇન્ડિયન્સે પાંચ મેચ જીતી છે જ્યારે ચેન્નાઇ સુપરકિંગ્સે ત્રણમાં જીત મેળવી છે. મેચ ડિટેલ્સ.... આઇપીએલની આજની 15મી મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે, રાત્રે 8 વાગે મેચનું જીવંત પ્રસારણ થશે.