શું દેશની બહાર યોજાઇ શકે છે આ વર્ષે IPL? જાણો કેમ
આ અગાઉ પણ લોકસભા ચૂંટણી દરમિયાન બે વખત આ ટૂર્નામેન્ટનું આયોજન દેશની બહાર કરવામાં આવ્યું હતું. જેમાં 2009(દક્ષિણ આફ્રિકા) અને 2014( અડધી દેશમાં અને અડધી યૂએઈમાં) આયોજન થયું હતું.
આ પહેલા બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરીએ કહ્યું હતું કે બોર્ડ આઈપીએલની 12મી સીઝન માટે દેશમાં જ આયોજન કરવા પર વિચાર કરી રહ્યું છે. કારણ કે મોટાભાગના બ્રૉટકાસ્ટર અને તમામ આઠ ફ્રેન્ચાઇજિઓ આ વિચાર વિરુદ્ધ છે કે ટૂર્નામેન્ટનું આયોજન દેશની બહાર કરવામાં આવે.
બીસીસીઆઈ પણ આ મામલે ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે કે ટૂર્નામેન્ટનું આયોજન દેશમાં કરવું કે પછી અન્ય દેશમાં કરવું તે. જો કે, હજુ કોઈ સ્પષ્ટતા નથી થઇ કે ટૂર્નામેન્ટનું આયોજન ક્યાં કરવામાં આવે.
નવી દિલ્હી: આઇપીએલ સીઝન 12ને લઈને તમામ આઠો ફ્રેન્ચાઇજિઓ ટૂર્નામેન્ટની તૈયારીમાં મશગુલ છે. પરંતુ આ વખતે આઈપીએલના સમયે દેશમાં લોક સભાની ચૂંટણી પણ યોજાવાની છે. જેને લઈને ટૂર્નામેન્ટનું આયોજન દેશમાં કરવું કે નહીં તેના પર અટકળો ચાલી રહી છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઈના અધિકારીઓના એક પ્રતિનિધિમંડળ અને ખેલ મંત્રાલયના અધિકારીઓ આ મામલે બેઠક કરી ચુક્યા છે. આ બેઠકમાં બોર્ડના અધિકારીઓએ સરકારને જણાવી દીધું છે કે આ વખતે ટૂર્નામેન્ટનું આયોજન બહાર અન્ય દેશમાં કરવા પર વિચાર કરી રહ્યું છે.