નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 2019ની સીઝન માટે બીસીસીઆઈ દ્વારા પ્રથમ બે સપ્તાહનું શેડ્યૂલ જાહેર કર્યું છે. જે મુજબ આઈપીએલની શરૂઆત 23 માર્ચથી થશે. 2018ની સિઝનના વિજેતા ચેન્નઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ચેન્નઈમાં પ્રથમ મેચ યોજાશે. શેડ્યૂલ જાહેર કરવાની સાથે BCCIએ કરી સ્પષ્ટતા લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને શિડ્યૂલ જાહેર કરવાની સાથે બીસીસીઆઈએ એવી સ્પષ્ટતા કરી છે કે, શિડ્યૂલમાં ફેરફાર પણ થઈ શકે છે. પ્રથમ તબક્કામાં કેટલી મેચ રમાશે 23 માર્ચથી 5 એપ્રિલ વચ્ચેના પ્રથમ તબક્કામાં કુલ 17 મેચ રમાશે. આ મુકાબલા કોલકાતા, મુંબઈ, જયપુર, દિલ્હી, ચેન્નઇ, બેંગલુરુ, હૈદરાબાદ અને મોહાલીમાં રમાશે.