અશ્વિને કોલકાતા નાઈટરાઈડર્સને સાત વિકેટે મેચ ગુમાવ્યા બાદ કહ્યું, “અમે જ્યાં નબળા રહ્યાં ત્યાં વધારે ધ્યાન આપવું પડશે. તેવી જ રીતે એક પાવરફ્લે ઓવરોમાં બોલ બેટિંગનું પ્રદર્શન રહ્યું. વિતેલા વર્ષે પાવરપ્લેમાં અમારી બેટિંગ શાનદાર રહી હતી, જેમાં ક્રિસ ગેલ અને લોકેશ રાહુલે સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ આ વર્ષે અમે એ પ્રકારની સારી શરૂઆત ન કરી શક્યા. નિશ્ચિત રીતે તેમના પર દબાણ હતું અને તેમણે એ કામ કરવાનું જ હતું.”
તેમણે કહ્યું, “અમે આગામી વર્ષે આ મામલે સમાધાન લાવવું પડશે કારણ કે અમે મોટાભાગની મેચ પાવરપ્લેમાં જ ગુમાવી છે. આ મોટી સમસ્યા રહી.” જણાવીએ આ સીઝનમાં પંજાબે 13માંથી 5 મેચમાં જીત મેળવી જ્યારે 8માં હારનો સામનો કરવો પડ્યો. જોકે તેના ઓપનર બેટ્સમેન ગેલ અને રાહુલે આ વર્ષે શાનદાર પ્રદર્શન કર્યું પરંતુ બોલિંગ અને મિડલ ઓર્ડરના ખરાબ પ્રદર્શન આ આખી ટૂર્નામેન્ટમાં ટીમ માટે મોટી સમસ્યા રહી.