નવી દિલ્હીઃ આજે દિલ્હી કેપિટલ્સ સામેની મેચ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ ગ્રીન કલરની જર્સી પહેરીને મેદાનમાં ઉતરી છે. આરસીબીના માલિકના આઈડિયા બાદ ગો ગ્રીન કેમ્પેન અંતર્ગત ટીમે ગ્રીન જર્સી પહેરવાની શરૂ કરી હતી. આ અંતર્ગત બેંગલુરુની ટીમ જ્યારે પણ હોમ ગ્રાઉન્ડ પર સાંજે ચાર કલાકે મેચ રમે છે ત્યારે ટીમના સભ્યો લીલા રંગની જર્સી પહેરીને મેદાનમાં ઉતરે છે.



આરસીબીએ આ કેમ્પેનની શરૂઆત આઈપીએલની ચોથી સીઝનમાં કોચ્ચિ ટસ્કર્સ કેરલ સામેની મેચથી કરી હતી. આ અંતર્ગત આરસીબીનો કેપ્ટન ટોસ બાદ વિરોધી ટીમના કેપ્ટનને ભેટમાં એક છોડ આપે છે.