IPL 2019: બેંગ્લોરે પંજાબને જીતવા આપ્યો 203 રનનો લક્ષ્યાંક, ડિવિલિયર્સના અણનમ 82 રન
abpasmita.in | 24 Apr 2019 09:48 PM (IST)
ડિવિલિયર્સે શમીની એક જ ઓવરમાં સળંગ ત્રણ બોલમાં ત્રણ સિક્સ મારી
નવી દિલ્હીઃ IPL 2019ની 42 મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મુકાબલો છે. મેચમાં પંજાબે ટૉસ જીતીને બેંગ્લોરને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. બેંગ્લોરે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 202 રન બનાવ્યા હતા. આરસીબી તરફથી ડિવિલિયર્સે 44 બોલમાં અણનમ 82 રન બનાવ્યા હતા. તેણે શમીની એક જ ઓવરમાં સળંગ ત્રણ બોલમાં ત્રણ સિક્સ મારી હતી. સ્ટોયનિસ 34 બોલમાં 46 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. પાર્થિવ પટેલે 24 બોલમાં 43 રનનું યોગદાન આપ્યું હતું. આરસીબીએ છેલ્લી બે ઓવરમાં જ 48 રન ફટકાર્યા હતા. બંને ટીમો આ પ્રમાણે છે.