કોલકતા:  ઇન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 12ની 35મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે કોલકાતા નાઈટ રાઈડર્સને 10 રન હરાવ્યું હતું. 214 રનનો પીછો કરતા કોલકાતા નાઈટ રાઈડર્સ 20 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવી 203 રન જ કરી શક્યું હતું. કોલકાતા માટે આન્દ્રે રસેલે 25 બોલમાં 9 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 85 રન કર્યા હતા. જ્યારે નીતીશ રાણાએ 46 બોલમાં 5 છગ્ગા અને 9 ચોક્કાની મદદથી અણનમ 85 રન કર્યા હતા.


બેંગ્લોર તરફથી વિરાટ કોહલીએ આક્રમક બેટિંગ કરતા સદી ફટકારી હતી. માત્ર 58 બોલમાં કોહલીએ 100 રન ફટકાર્યા હતા. મોઈન અલીએ પણ આકમક ઈનિંગ રમતા 66 રન બનાવ્યા હતા. આ જીત સાથે બેંગ્લોરે આ સીઝનની પ્લે-ઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. નવ મેચમાં આરસીબીની આ બીજી જીત છે.




બેંગ્લોરની બોલિંગ હાલ સુધી ખુબ જ ખરાબ રહી છે. નવદીપ સૈની સિવાય તમામ બોલર ઘણા મોંઘા સાબિત થયા છે.

કોલકાતાની ટીમમાંથી આંન્દ્રે રસેલ ટોપ સ્કોરર છે. રસેલને પ્રેકિટસ દરમિયાન ખભા ઉપર બોલ વાગી જતાં ઈજા પહોંચી છે. છેલ્લે દિલ્હી સામે રમાયેલી મેચમાં પણ તેને ખભામાં ઈજા થઈ હતી. જેથી તેની ઈજાને લઈને આજે રમવા ઉપર સસ્પેન્સ છે.